જૂનાગઢ જેલમાં કાચા કામના કેદીનું શંકાસ્પદ મૃત્યું : લાશ સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર : જામનગર ફોરેન્સીક પીએમ કરાશે

0

જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી મેરાજશા ઈસ્માઈલશા રફાઈ ઉ.વ.ર૬નું ગઈકાલે શંકાસ્પદ મૃત્યુ થતાં દોડધામ મચી ગઈ છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ લુંટ સહિતના ગુનામાં મેરાજશા ઈસ્માઈલશા રફાઈ જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલ હતો. ગઈકાલે તેની તબીયત લથડતા જૂનાગઢ જેલ સતાવાળાઓ જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતાં. પરંતુ તબીયત વધુ ગંભીર જણાતા મેરાજશાને રાજકોટ સિવીલમાં ખસેડાયો હતો. રાજકોટ સિવીલમાં ફરજ ઉપરના ડોકટરે તેને મૃત્યુ પામેલ જાહેર કર્યો હતો. આ બાબતે આમ જૂનાગઢ જેલમાં કેદીનું શંકાસ્પદ મૃત્યું થતાં મરણજનાર મેરાજશાનાં પરિવારજનોએ મેરાજશા સાથે અજુકતું બન્યું હોવાનું આક્ષેપ કર્યો છે અને લાશ સ્વીકારવાનો ઈન્કાર કરતાં જામનગર ખાતે ફોરેન્સીક પીએમ કરવાની માંગણી કરી હતી. ગત આખીરાત્રી દરમ્યાન મેરાજશા રફાઈનાં શબને જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા બાદ આજે જામનગર સિવીલ હોસ્પિટલ ખાતે ફોરેન્સીક પીએમ માટે શબ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ગઈકાલે જૂનાગઢ જેલમાં સિકંદર નામના અન્ય એક કેદીએ પણ ફિનાઈલ પી લીધી હતી. આમ એક સાથે બે કેદીઓ સાથે જેલમાં બનેલી ઘટનાથી ભારે ચર્ચા જાગી છે. આ અંગે જેલ સુત્રોનાં જણાવ્યા મુજબ મેરાજશા રફાઈ માનસીક બિમારીથી પીડાતો હતો. અને જેલમાં તેની દવા ચાલુ હતી. દરમ્યાનમાં મૃતક મેરાજશાના પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે મૃતકની લાશ કયાં છે તેની જાણકારી આપવામાં આવેલ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!