વેરાવળ-સુત્રાપાડા પંથકમાંથી ચાર સ્થળોએથી ૩૩ જુગારીઓ પોણા લાખની રોકડ સાથે ઝડપાયા

વેરાવળ-સુત્રાપાડા પંથકના કુલ ત્રણ ગામોમાં ચાર સ્થળોએ રમાતા જુગાર અંગે પોલીસે દરોડાઓ પાડી કુલ ૩૩ જુગારીઓને પોણા લાખની રોકડ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગોતો અનુસાર વેરાવળના નાવદ્રા ગામે દાડમાબાપાના વાડી વિસ્તારમાં મંદીરની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પ્રતાપ સોલંકી, મહેશ ચુડાસમા, સરમણ ચુડાસમા, મેણસી ચુડાસમા, ભીખા બામણીયા, જયસુખ ચુડાસમા, જગદીશ આત્રોલીયા, સંજય વાજા, કાનજી સોલંકી, નારણ મેર, અરશી મેર, દીપક શીંગડ, જયસુખ સોલંકીને પ્રભાસપાટણ પોલીસે રોકડા રૂા.૩૮,૮૮૦ ની સાથે ઝડપી લીધા છે. જયારે બીજા દરોડોમાં નાવદ્રા ગામની ઉંબરી શેરીમાં દાના જીવાભાઇ મેરના મકાન પાસે જુગાર રમતા રાણા મેર, મુકેશ સોલંકી, ભરત સોલંકી, જેન્તી મહીપાલને રોકડા રૂા.૧૧,૦પ૦ની સાથે ઝડપી લીધેલ છે. જયારે ત્રીજાે દરોડો સીડોકર ગામમાં વણકર વાસમાં જાહેરમાં જુગાર રમતા નરેશ મકવાણા, નરેશ વાજા, મહીપાલ ડાભી, અરજણ ચુડાસમા, મનોજ મકવાણાને રોકડા રૂા.૧૦,૬પ૦ની સાથે ઝડપી લીધેલ છે. જયારે ચોથો દરોડો સુત્રાપાડા પોલીસે તાલુકાના પીપળવા ગામે મંદિર પાસે જુગાર રમતા ભરત વાઝા, એભા ગોહીલ, વિરા વાઝા, ભુપત વાઝા, દેવા વાઝા, કાળા વાઝા, રસીક વાઝા, પ્રવિણ વાઝા, નારણ વાઝા, કાના વાઝા, માનસીંગ વાઝાને રોકડા રૂા.૧પ,૪૮૦ની સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!