જૂનાગઢ ક્રાઈબ બ્રાંચે કેશોદમાં જુગારની રેડ પાડતાં ૮ મહિલાઓ ઝડપાઈ

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પો.હે.કો. બી.બી. ઓડેદરા અને સ્ટાફે કેશોદનાં પી.એમ. ટાવરનાં બ્લોક નં. ર૦૮માં જુગાર અંગે રેડ પાડતાં ૮ મહિલાઓને રોકડ રૂા. ૧૩૭પ૦, મોબાઈલ-૮ મળી કુલ રૂા. ૩૧રર૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.
બાંટવા
બાંટવાનાં પીએસઆઈ કે.કે. મારૂ અને સ્ટાફે ભડુલા ગામે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૭૪૧૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર રવી મકવાણાને ઝડપવા ચક્રો ગતીમાન કરેલ છે.
માંગરોળ
માંગરોળનાં એએસઆઈ એન.આર. વાઢેર અને સ્ટાફે લંબોરા ગામથી વીરપુર તરફ જતા રસ્તા પાસે જુગાર અંગે રેડ પાડતાં પાંચ શખ્સોને રોકડ રૂા. ૧૧ર૧૦ સાથે ઝડપી લીધેલ છે.
માંગરોળ
માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. સંદીપસિંહ રાયસિંહ અને સ્ટાફે આરેણા ગામે જુગાર અંગે રેડ પાડતાં ૮ શખ્સોને રોકડ રૂા. ૧૮૦૪૦ સાથે ઝડપી લીધેલ છે.
માળીયા હાટીના
માળીયા હાટીનાનાં એએસઆઈ વાય.એન. વાળા અને સ્ટાફે જુગાર અંગે રેડ પાડતાં ૭ શખ્સોને રોકડ રૂા. ૩૭૮૦ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!