જૂનાગઢમાં દુકાનમાં તોડફોડ કરવા અંગે ત્રણ સામે નોંધાઈ ફરીયાદ

જૂનાગઢનાં ઝાંઝરડા ચોકડી પાસે આવેલ ગોલ્ડન ટ્રેડ સેન્ટર શોપીંગ સેન્ટરમાં દુકાન નં.૬ માં ગ્રાઉન્ડ ફલોર ઉપર શીખર એન્ટરપ્રાઈઝ નામની દવાની જથ્થાબંધ દુકાન ખાતે બનેલ બનાવ અંગે રફીકભાઈ તૈયબભાઈ સુમરાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છેકે, આ કામના આરોપી કીશોરભાઈ વડીયાતર, ગૌતમ કીશોરભાઈ વડીયાતર અને મીતલનાં મામા વગેરે ફરીયાદીની દુકાને તેની દીકરી મિતલને લેવા આવી ફરીયાદીની દુકાનમાં લોખંડના પાઈપ તથા બેઝબોલના ધોકા વડે દુકાનના કાચના ફર્નિચરમાં તથા દુકાનમાં રાખેલ સીપીયુ તથા મોનીટર તથા ૩ર ઈંચના એલઈડી ટીવી તથા દુકાનમાં અન્ય ચીજવસ્તુઓમાં આડેધડ ઘા મારી તોડફોડ કરી સીપીયુમાં રહેલ સોફટવેર તથા ધંધાકીય નાણાંકીય વ્યવહારોના રેકર્ડને નુકશાન કરી તેમજ ફરીયાદી તથા સાહેદને ભુંડી ગાળો કાઢી પોલીસમાં કેસ ન કરતા નહીંતર જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ ૩ર૩, ૪ર૭, ર૯૪ (ખ), પ૦૬(ર), ૧૧૪, જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. એન.આર. ભેટારીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!