વિસાવદર ખાતે રહેતા વજીબેન ધનજીભાઈ બલદાણીયા (ઉ.વ.૭૫) એ કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય એક બનાવમાં ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામે લાલાભાઈ સવજીભાઈ બાંભવાએ સગાઈ-લગ્ન ન થતા હોવાના કારણે તેને લાગી આવતા પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે ભેંસાણ તાલુકાનાં ખારચીયા ગામે બટુકભાઈ સમજુભાઈ માથકીયા (ઉ.વ.૪૦)નું વાહન અકસ્માતમાં ઈજા થતા મૃત્યુ થયું છે. જયારે કેશોદ તાલુકાનાં સોંદરડા ગામે રહેતા રોહીણીબેન સંદીપભાઈ બરવાડીયા (ઉ.વ.૩૦) એ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ થયું છે. આમ જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવ નોંધાયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews