વેરાવળ-સોમનાથ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેડુતોના પાકોને થયેલ નુકશાન અંગે થઇ રહેલ સર્વેની કામગીરીમાં કોઇપણ ભેદભાવ વગર સર્વે કરવા અને તમામને સો ટકા લાભ મળી રહે તે અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગીર સોમનાથ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે. જેમાં જણાવેલ કે, વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આશરે ૯૦ ટકા ખેડુતો વસવાટ કરે છે. તાલુકમાં પડેલ અતિભારે વરસાદના લીધે ખેડુતોના મોંઘા બીયારણથી લઇ મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોનું વાવેતર કરેલ જે તમામ પાકો નિષ્ફળ ગયેલ છે. અગાઉ પણ “વાયુ વાવાઝોડા” ના કારણે ઉભા પાકોને નુકશાન થયેલ હોવાથી ખેડુતોની પરિસ્થિતિ કથળી ગયેલ છે. હાલ તાલુકામાં સર્વેની કામગીરી ચાલુ હોય જે અન્વયે તમામ ગામડાઓમાં કોઇ પણ ભેદભાવ વગર સર્વે કરવામાં આવે અને નાનામાં નાના ખેડુતોથી માંડી નુકશાન થયેલ તમામ ખેડુતોને પોતાના પાકોને થયેલ નુકશાન અંગેનો યોગ્ય સર્વે કરી વહેલાસર સો ટકા વળતર આપવા માંગણી છે. આમ થશે તો જ આ વિસ્તારના ખેડુતો આવનારી સીઝનમાં ફરીથી સો ટકા પાકોનું વાવેતર કરી શકશે. જો આમ નહીં કરવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews