જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ ઉપર વેપારીની દુકાન ઉપર તોડફોડ અને હુમલાનાં બનાવવનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ બનાવનાં અનુસંધાને આજે ખામધ્રોળ વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારોએ રોષની લાગણી વ્યકત કરી અને ધંધા-રોજગાર બંધ રાખી અને એલસીબી કચેરીએ જઈ તાત્કાલીક અસરથી તોડફોડ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર દ્વારકેશ નગર બોલ્કનં.૬ ખામધ્રોળ રોડ ખાતે રહેતા ભાવેશભાઈ ગીરીશભાઈ રાઠોડ(ઉ.વ.૩પ) વાળા પોતાની દુકાને ધુપદીવા કરતા ત્યારે અરમાન નામનો શખ્સ ફરિયાદીની દુકાને આવી અને અગાઉનાં કેસનાં સમાધાનનાં રૂપિયા ૩ લાખ આપવાની માંગણી કરતા ફરિયાદીએ આ રૂપિયા આપવાની ના પાડતા ફરિયાદીનાં ડાબા પગનાં સાથળનાં ભાગે તથા ગોઢણનાં ભાગે છરી વડે હુમલો કરતા ફરિયાદીનાં ડાબા હાથની હથેળીમાં ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ બનાવનાં અનુસંધાને તાલુકા પોલીસ દ્વારા ભાવેશભાઈ ગીરીશભાઈ રાઠોડની ફરિયાદનાં આધારે અરમાન ગામેતી સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.
દરમ્યાન ગઈકાલે બનેલા આ બનાવાનાં અનુસંધાને આજે સવારે ખામધ્રોળ વિસ્તારનાં દુકાનદારો અને વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી અને રોષની લાગણી વયકત કરી હતી. ભોગબનનારનાં ભાઈ કનક ગીરીશભાઈ રાઠોડનાં જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં અવારનવાર દુકોનામાં તોડફોડ સહિતનાં બનાવો બનતા હોય જેથી આવરા તત્વોનાં ત્રાસ સામે જૂનાગઢ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરવાનાં હતા અને આ દરમ્યાન ગઈકાલે તેમનાં ભાઈ ધૂપદીવા કરતા હતા દરમ્યાન એક શખ્સ આવી અને દુકાનમાં તોડફોડ કર્યાનો બનાવ બનેલ છે. દુકાનદારો અને વેપારીઓ આજે ધંધારોજગાર બંધ રાખી અને એલસીબી કચેરીએ રજૂઆત કરવા ગયા હતા અને દુકાનોમાં તોડફોડ કરનાર શખ્સને ઝડપી લઈ કડક કાર્યાવાહી કરવાની માંગણી કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews