જૂનાગઢ શહેરમાં હેલ્મેટ – સીટબેલ્ટ ફરજીયાતમાં કાયદાની અમલવારી માટે ઝુંબેશ

ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહયા હોય ત્યારે વાહન ચાલકોએ સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ પહેરવું ફરજીયાત બનાવવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં પણ હેલ્મેટ અને સીટબેલ્ટ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ શહેરમાં આ અંગેની ખાસ ડ્રાઈવ પણ રાખવામાં આવતી હોય છે. હાઈવે ઉપર જતી વખતે જાે વાહન ચાલકોએ હેલ્મેટ તેમજ ફોરવ્હીલ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો તેની સામે કડક કાર્યવાહી તેમજ દંડ ફટકારવામાં આવશે. અને આકાયદો ચુસ્ત પણે પાલન કરવામાં માટેની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજયનાં પોલીસવડાએ તાકીદે ગુજરાતના તમામ જીલ્લામાં આ ઝુંબેશ ચાલું રાખવા અને તેનો અહેવાલો રોજરોજ ડીજી કચેરી ગાંધીનગરને પહોંચાડવા જણાવ્યં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!