સકકરબાગ ઝૂના સોનેરી દિવસો ફરી શરૂ થશે

જૂનાગઢ સહિત વિશ્વભરમાં તેમજ દુર-દુર સુધી જેની ખ્યાતી ફેલાયેલી છે. તેવા સકકરબાગ ઝૂના સોનેરી દિવસો ફરી શરૂ થઈ રહયા છે. જયાં પ્રવાસી જનતા અને મુલાકાતીઓની સતત અવર-જવર તેમજ નાના-મોટા અનેક પ્રકારનાં પશુ-પક્ષી પ્રાણીઓને બાળકો અને પરિવાર ખુશ થઈ જાય તેવી આ જગ્યા આગામી દિવસોમાં મુલાકાતીઓ માટે શરૂ થઈ જવાની છે અને જે અંગે યોગ્ય વ્યવસ્થા કરવા માટે સકકરબાગ પ્રાણી સંગ્રહાલય તંત્ર સજજ બની ગયું છે.
જયારથી કોરોના મહામારીનાં પગરણ મંડાયા છે ત્યારથી તકેદારીનાં ભાગરૂપે જાહેર સ્થળો, ઉધાનો, મેળાઓ, શાળા- કોલેજાે સહિત જાહેર ક્ષેત્રો ઉપર પ્રતિબંધ હોવાના કારણે લોકોની અવર-જવર ઓછી રહી હતી. આવા સ્થળો ઉપર તેમજ પ્રવાસન ધામો પણ ઉપર પણ સંપુર્ણ પ્રતિબંધ રહયો હતો. પરંતુ હવે અનલોક-૪નાં આ સમયકાળ દરમ્યાન ધીમે-ધીમે જાહેર ક્ષેત્રોને છુટ આપવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ સરકારની ગાઈડ લાઈન મુજબ સાસણ સફારી પાર્ક તેમજ અન્ય શહેરોમાં આવેલા પ્રાણી સંગ્રહાલયો ઓકટોબર માસમાં ખુલ્લા થવાની જાહેરાત કરી છે. ત્યારે જૂનાગઢનું સુપ્રસિધ્ધ એવું જૂનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલય પણ આગામી દિવસોમાં ખુલવા પામશે. પ્રવાસી જનતા ફરી એકવાર ત્યાં ૧ર૦૦થી વધારે પ્રાણીઓને જાેવાનો લ્હાવો લઈ શકશે. અંદાજીત દર વર્ષે ૧૦ લાખ જેટલા મુલાકાતીઓ આવતા હોવાનાં કારણે અંદાજીત વર્ષ દરમ્યાન ૩ કરોડની આવક થતી હતી. આવા ૧પ૦ વર્ષ જુના સકકરબાગ પ્રાણી સંગ્રહાલય ઓકટોબરમાસમાં પ્રવાસી જનતા માટે ખુલી શકે તેમ છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર જૂનાગઢ સકકરબાગ પ્રાણી સંગ્રહાલય અંદાજે ૧પ૦ વર્ષ જુનું છે. અહિં અનેક પ્રકારના પશુ, પંખી, પ્રાણી, જળચર, વન્ય હિંસક પ્રાણી, તૃણભક્ષી પ્રાણીઓ વગેરે આવેલા છે. દરમ્યાન સકકરબાગ ઝૂના ડાયરેકટર અભિષેકકુમારે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ અહિં અંદાજે ૧૦ લાખ મુલાકાતીઓ આવે છે અને પશુ, પંખી, પ્રાણી વગેરેને નિહાળી રોમાંચિત થવા સાથે એક મીઠી યાદગીરી પોતાની સાથે લઈ જાય છે. દરમ્યાન ૧૦ લાખ મુલાકાતીઓના કારણે પ્રાણી સંગ્રહાલયને વાર્ષિક ૩ કરોડની આવક પણ થતી હતી. જાેકે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે કરાયેલા લોકડાઉનને લઈ માર્ચથી પ્રાણી સંગ્રહાલય પ્રવાસીઓ – મુલાકાતીઓ માટે બંધ કરાયું છે. દરમ્યાન હવે ઓકટોબરથી ફરી પ્રાણી સંગ્રહાલય ખોલવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!