સમગ્ર ભારતમાં કોરોનાનો ફુંફાડો વધી રહયો છે ત્યારે સોરઠમાં પણ કોરોનાએ વેગ પકડયો હોય તેમ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેસોનો સતત વધારો થઈ રહયો છે. જૂનાગઢ શહેર તથા જીલ્લામાં છેલ્લા ર દિવસથી ૩-૩ ડઝન એટલે કે ૩૬- ૩૬ કેસ કોરોનાનાં આવી રહયા છે. જયારે અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા ૧,૯૬૮ એ પહોંચી છે. મંગળવારે આવેલા કેસ ઉપર નજર કરીએ તો જૂનાગઢ જીલ્લામાં ૩૬ કેસ આવ્યા છે જેમાં ૧૮ કેસ માત્ર જૂનાગઢ સિટીના છે. જયારે ૭ કેસ વિસાવદર તાલુકામાં ૩ કેસ વંથલી તાલુકામાં, ર કેસ જૂનાગઢ તાલુકામાં અને કેશોદ, માળીયાહાટીના, માણાવદર, મેંદરડા અને માંગરોળમાં ૧-૧ કેસ નોંધાયા છે. જયારે ર૯ દર્દી સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરાયા છે. જૂનાગઢ જીલ્લામાં હાલ ૧૮૬ કન્ટેઈમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. જેમાં ૧,૯૧૦ ઘરોના ૭,૧ર૦ લોકોનો સમાવેશ થાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews