જૂનાગઢમાં ૭ હજાર રૂપિયા આપી દેવા પ્રશ્ને હુમલો : ૪ સામે ફરિયાદ

જૂનાગઢમાં ભરડાવાવ વિસ્તારમાં છગનમામાની સોસાયટી પાસે રહેતા હિતેશભાઈ બાલુભાઈ ભોસલે (ઉ.વ.૩ર)એ આ કામના આરોપી ભાવલા બાવરીયા, લાલો બાવરીયા, ધનીયો, કિસલો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીએ હંસાબેન પાસેથી રૂપિયા ૭૦૦૦ લીધેલ જે હંસાબેનને આપી દેવા માટે આ કામના આરોપીઓએ ફરીયાદીને ભુંડી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપી નં.૧નાએ લોખંડના પાઈપનો એક ઘા ફરીયાદીના માથામાં મારી સામાન્ય ઈજા પહોંચાડી હતી. તેમજ આરોપી નં.રનાએ લોખંડના પાઈપથી ફરીયાદીના શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા વધુ તપાસ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.જી.મહેતા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!