ગામડામાં રાત્રિ રોકાણ કરતા રૂટ ઉપર એસટી બસનો પ્રારંભ

જૂનાગઢ એસટી વિભાગમાં વધુ ૧૦૦ થર્મલ ગન ઉપલબ્ધ બનતાં આજથી ગામડાનાં રાત્રી રોકાણ કરતા રૂટ ઉપરની એસટી સેવા પણ શરૂ કરવામાં આવેલ છે. આ બસ સેવા શરૂ થતા ગ્રામ્ય વિસ્તારમાં વસ્તા લોકોને વધુ રાહત થશે. જૂનાગઢ એસટીનાં ડિવીઝન કન્ટ્રોલર જી.ઓ. શાહે આ અંગે જણાવ્યું હતું કે, અગાઉ લોકડાઉનનાં કારણે એસટી સેવા બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સરકારની ગાઈડલાઈનનાં પાલન સાથે મર્યાદિત સંખ્યા અને થર્મલ ગનનાં ચેકીંગ સાથે તબકકાવાર એસટી સેવા શરૂ કરવામાં આવી હતી. જાે કે, લોકલ અને ગામડામાં રાત્રી રોકાણ કરતી બસ સેવા શરૂ થઈ શકી ન હતી. દરમ્યાન એસટીનાં ઉચ્ચ સત્તાધિશોએ જૂનાગઢ એસટી વિભાગને વધુ ૧૦૦ થર્મલ ગન આપતા મુસાફરોનું ટેમ્પરેચર માપવાનું શકય બન્યું છે હવે ગામડાની અને રાત્રી રોકાણ કરતી ૧પર જેટલી લોકલ બસ સેવા પણ આજથી શરૂ કરવામાં આવેલ હોવાનું જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!