જૂનાગઢ જીલ્લા પંચાયત અને જૂનાગઢ જીલ્લાની નવ તાલુકા પંચાયતની મુદત આગામી ૧૯ ડિસેમ્બર, ર૦ર૦નાં પૂર્ણ થઈ રહી હોય રાજય ચૂંટણી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦માંથી સતત સાત બેઠક અનામત જાહેર કરી છે. જયારે જીલ્લાની નવ તાલુકાની પંચાયતની કુલ ૧પ૮ બેઠકમાંથી પણ ૪પ અનામત તથા ર૪ બેઠક સ્ત્રી અનામત માટે જાહેર કરી છે. જૂનાગઢ જીલ્લા પંચાયત તથા જીલ્લાની નવ તાલુકા પંચાયતની મુદત ૧૯ ડિસેમ્બર ર૦ર૦નાં પૂર્ણ થાય છે. મુદત પૂર્ણ થાય તે પહેલા રાજય ચૂંટણી તંત્રે ચૂંટણી માટેની આગોતરી તૈયારી શરૂ કરી દીધી છે. ર૦૧૧ની વસ્તી ગણતરીનાં આંકડાનાં આધારે ર૦૧પમાં જૂનાગઢ જીલ્લા પંચાયતની ૩૦ બેઠક ઉપર ચૂંટણી થઈ હતી.
જયારે આ વખતે પણ ૩૦ બેઠકો જ રહેશે. ર૦૧પમાં અનુસુચીત જાતી માટે બે સ્ત્રી અનામત તથા એક સમાન્ય જયારે અનુસુચીત આદીજાતી માટે એક સામાન્ય બઠેક અનામત હતી. જયારે સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગની બે સ્ત્રી અનામત તથા એક સામાન્ય અનામત હતી. કુલ ૩૦માંથી ૧૧ સામાન્ય સ્ત્રી માટે અને ૧ર બિન અનામત બેઠક હતી. જયારે ર૦ર૦માં યોજાનાર જીલ્લા પંચાયતની ચૂંટણીમાં અનુસુચીત જાતી માટે એક સ્ત્રી તથા બે સામાન્ય, અનુસુચીત આદિજાતી માટે અકે સ્ત્રી અનામત જયારે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે એક સ્ત્રી તથા બે સામાન્ય અનામતત છે. સામાન્ય અનામત બેઠક ઉપર જે તે કેટેગરીનાં સ્ત્રી-પુરૂષ ચૂંટણી લડી શકશે. આગામી ચૂંટણીમાં ૧ર બેઠક સામાન્ય સ્ત્રી માટે રહેશે. જયારે ૧૧ બેઠક બિન અનામત રહેશે. જયારે જૂનાગઢ, માણાવદર, ભેસાણ, કેશોદ, માળીયાહાટીના, માંગરોળ, મેંદરડા, વંથલી અને વિસાવદર તાલુકા પંચાયતની કુલ ૧પ૮ બેઠકમાંથી એસસી માટે ૧૭ બેઠક અનામત તેમાંથી ૯ મહિલા અનામત, જયારે એસટી માટે ૧૦ બેઠક અનમત રહેશે. તેમાંથી ૬ મહિલા માટે અનામતમા રહેશે. જયારે એસઆઈબીસી માટે અનામત ૧૮ બેઠકમાંથી નવ મહિલાઓ માટે અનામત રહેશે. જૂનાગઢ જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે હાલ ભાજપ-કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારનાં મતદારોને રિઝવવા માટે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews