કોરોનાનો કહેર કે કૌભાંડ : લોકો ચકડોળે

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર – ગુજરાત અને દેશભરમાં માર્ચ માસથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ લોકો ફફડી ઉઠયા છે. અને આજ દિવસ સુધી ભયનાં માહોલ વચ્ચે જનજીવન ધબકતું રહયું છે. તો બીજી તરફ કોરોનાના સતત કેશો વધી રહયા છે. ભોગ બનેલાઓના મૃત્યુ પણ થાય છે તેવા સંજાેગોમાં લોકો વધુ સાવચેતી જાળવે અને સૌના હિતની રક્ષા કરી શકે તે માટે જાગૃતિ અંતગર્ત સચોટ માહિતી આપવી જાેઈએ એક તરફ કોરોનાનો સંક્રમણ અને ભયના માહોલ વચ્ચે અનેક પ્રકારની અફવાઓનું બજાર પણ ગરમ હોય તેવા સંજાેગોમાં કોરોનાનો કહેર કે કૌભાંડ તે અંગે લોકો અવનવી વાતો સાથે ચકડોળે ચડયા છે. આ અંગે જવાબદાર તંત્રએ યોગ્ય તપાસ કરી અને સાચી હકીકત લોકો સમક્ષ મુકવા આમ જનતામાંથી માંગણી ઉઠી છે. જૂનાગઢ સહિત રાજયનાં ટોચના શહેરોમાં રોજેરોજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અને માહિતી અનુસાર કોરોનાનાં કેસોનું સંક્રમણ સતત વધી રહયું છે. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો ગઈકાલની તારીખમાં ૩૭ કેસો જૂનાગઢ સીટી અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારનાં નોંધાયા છે. જેની સામે રપ જેટલા કેસો ડિસ્ચાર્જ થયાં છે. આજ રીતે રાજકોટ – ભાવનગર- જામનગર – અમરેલી- સુરત- નડીયાદ – અમદાવાદ સહિતનાં શહેરોમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. આ સાથે જ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે મોટા ભાગે લોકો કોઈ કોઈના ઘરે જાવાની સ્થિતિમાં નથી. અને મોટા ભાગે ટેલીફોનથી સગા- વ્હાલાની સ્થિતિ જાણવા માટે ખબર અંતર ફોન દ્વારા પુછતા હોય છે. મોટા ભાગે એક જ જવાબ મળતો હોય છે. જુવોને અમારા શહેરમાં સતત કોરોનાનું આક્રમણ વધી રહયું છે. અને પરંતુ અમારે કંઈ વાંધો નથી. આવું લગભગ દરેક લોકો જણાવતા હોય છે. જયારે કોરોના અંગે જુદી-જુદી અફવાઓ પણ ઉડી રહી છે. કોઈ કહે છે કૌભાંડ છે. કોઈ કહે છે આ તો દર્દીઓ પાસેથી પૈસા લેવા માટે ષડયંત્ર છે. તો બીજી તરફ સરકારી તંત્ર ઉપર પણ ગંભીર પ્રકારનાં આક્ષેપો થયા છે. આવી અફવાઓની વચ્ચે લોકો બેખબર અને બેજવાબદાર બની રહયા છે. જેમ – જેમ છુટ મળતી જાય છે તેમ લોકોની અવર-જવર જાહેર સ્થળોએ લોકોની ભીડ પાછી જાેવા મળી રહી છે. કોરોનાના ડર વચ્ચે પણ લોકો પોતાને કંઈ થશે જ નહીં તેવા વિશ્વાસ સાથે મોજથી ફરી રહયા છે. તો બીજી તરફ સરકારી તંત્ર રોજે રોજ આંકડાઓ જાહેર કરે છે. જૂનાગઢ અને સોરઠ પંથકની વાત કરીએ તો અહીં રોજનાં ૧૭ થી ર૦ કેસો જૂનાગઢ શહેરનાં અને જીલ્લાનાં મળીને એવરેજ ૩૦- ૩૭ ની રહી છે. જાે કોરોના થતો ન હોય તો આવા કેસો શું કામ નિકળવા જાેઈએ. એક તરફ અફવાનું બજાર સતત વહેતું રહયું છે. તો બીજી તરફ જે લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે અને જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યાં છે. તેવો જનતાને પણ અપીલ કરે છે કે ભાઈ તમે જરા જાળવજાે. આમા જરા પણ બેદરકારી રહેવાની જરૂર નથી. જેમણે દુઃખ અનુભવ્યું છે તે દુઃખથી દુર રહો તેવી પ્રાર્થના કરતા હોય છે લોકોને સાવચેતી પાળવવા દર્દભરી અપીલ પણ કરતા હોય છે. પરંતુ સરકારી તંત્ર જાણે મોઢે તાળુ મારી દીધુ હોય તે રીતે વ્યવહાર કરે છે. એક એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે કોરોનાના દર્દીઓને ગ્લુકોઝના બાટલા ચડાવી દેવામાં આવે છે. જાેઈતી સામાન્ય દવા આપવામાં આવે છે. અને એક રૂમમાં એક વોર્ડમાં ધકેલી દેવામાં આવે છે. કોઈ રાઉન્ડ મારવા પણ કોઈ આવતું નથી. આમ ભગવાન ભરોસે સરકારી હોસ્પિટલમાં કે કોવીડ સેન્ટરમાં ધકેલી દેવામાં આવે છે. લોકોમાં બીજી બાબત એ પણ બહાર આવી છે કે કોરોના પોઝિટીવ જે દર્દી આવ્યા હોય તેનું નામ ભલે છુપાવવામાં આવે પરંતુ તેના વિસ્તાર અંગે લોકોને માહિતગાર કરવા જાેઈએ તેવી માંગણી ઉઠી છે. નબળો પુલ કે જીઈબીનાં ટ્રાન્સફોર્મર હોય જયાં ભયજનક સીગ્નલ જેમ દર્શાવાવમાં આવતું હોય છે. તેમ જે તે વિસ્તાર અંગે માહિતગાર કરવા જાેઈએ જેથી લોકો એ વિસ્તારમાં હોય તો સાવચેતી પાળે. જૂનાગઢ શહેરનાં અનેક એવા વિસ્તાર છે કે જયાં ર૦થી રપ જેટલા કેસો નોંધાયેલા છે. તેમ છતાં સામાન્ય જનતાને આ બાબતે ખબર નથી કે કયાં વિસ્તારમાં કોરોના પોઝિટીવ છે. કોરોનાનું સંકટ જયાં સુધી ટળે નહીં ત્યાં સુધી લોકોએ તો સાવચેતી રાખવાની જ છે. પરંતુ જૂનાગઢ સરકારી તંત્રએ પણ લોકોને સાચી હકિકતથી માહિતગાર રાખવા પડશે. તો જ આ કેસોનો ઘટાડો થઈ શકે તેમ છે. જાે કયાંય પણ ખોટું કે કૌભાંડ થતું હોય તે અંગેની તપાસ માટે એક તપાસ પંચ નિમવાની પણ લોકોમાંથી માંગણી ઉઠી છે.
કોરોના છે કયાં ?
લોકો જયારે પોતાના સ્વજનોને ટેલીફોન ઉપર ખબર અંતર પુછતા હોયછે ત્યારે મોટાભાગે એવો જવાબ મળતો હોય છે કે અમારા શહેરમાં કોરોનાના કેસો ખુબ કેસ છે પરંતુ અમને કાંઈ વાંધો નથી, જયારે પોતાના સ્વજન ગુમાવનાર લોકોએ આમ જનતાને જાગૃતિ દાખવવા અને જરા પણ બેદરકારી ન દાખવવા દર્દી ભરી અપીલ સાથે સાવચેત કરતાં હોય છે આવી પરિસ્થિતિ વચ્ચે એક સવાલ ઉઠે છે કે કોરોના છે કયાં ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!