જૂનાગઢ શહેર જિલ્લામાં કોરોના બેકાબુ, આરટીઓના કર્મચારીઓને કોરોના પોઝિટીવ

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર ગઈ છે. રોજબરોજ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહેલ છે. જૂનાગઢ આરટીઓના કચેરીના ૧૧ કર્મચારીઓનો તથા જૂનાગઢ વન વિભાગના મુખ્ય વન સંરક્ષકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જૂનાગઢ આરટીઓ કચેરીના કોરોનાગ્રસ્ત ૧૧ કર્મચારીઓ ઉપરાંત હજુ પણ અમુક કર્મચારીઓને શંકાસ્પદ લક્ષણ જણાઈ રહેલ છે ત્યારે જૂનાગઢની આરટીઓ કચેરીએ જતા લોકોને શરદી, તાવ જેવા લક્ષણો જણાય તો પોતાના આરોગ્યની તપાસ કરાવવી હિતાવહ છે. જૂનાગઢ વન વિભાગના મુખ્ય સંરક્ષક ડી.ટી. વસાવડાનો પણ ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં તેઓ હોમ કવોરન્ટાઈન થયેલ છે. કોરોનાના કેસોમાં રોજબરોજ વધારો થઈ રહેલ છે ત્યારે લોકોએ સતત આરોગ્ય વિષયક કાળજી રાખવી હિતાવહ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!