કેશોદ : ર૯ બોટલ ઝડપાયો

કેશોદનાં હે.કો. ડી.જે.ગોહેલ અને સ્ટાફે ગઈકાલે કેશોદ- જૂનાગઢ રોડ બાયપાસ ચોકડી નજીકથી ફૈજલભાઈ ઉર્ફે ડેની ફારૂકભાઈ ઘોઘારી (ઉ.વ.ર૦) રહે.ઘાંચીપટ સરદારબાગ અંદર તેમજ હિરેનભાઈ ભુપતભાઈ અજાણી (ઉ.વ.ર૩) રહે.દિપાંજલી સોસાયટી વાળાઓને પોતાના હવાલાની પ્યાગો રીક્ષા નં.જીજે-૦૬-એવાય- ૮૩૧રમાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ર૯ બોટલ રૂા.૧૪,પ૦૦ના મુદામાલ તેમજ મોબાઈલ ફોન બે મળી કુલ રૂા.૧,૧૭,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ઈંગ્લીશ દારૂ સહિતનાં મુદામાલની હેરાફેરી કરતા ઝડપાઈ ગયેલ છે. પોલીસે તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ કેશોદનાં. હે.કો. જી.બી.બખીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!