કોરાનાના કારણે અટકી પડેલા પરીક્ષાના પરિણામો ધીમે-ધીમે જાહેર થઈ રહ્યા છે. જીપીએસસી દ્વારા લેવાયલી રાજ્ય વેરા નિરીક્ષક(STI) વર્ગ-૩ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, જેમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત રાજકોટના શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ થયું છે. સંસ્થાના કુલ ૫૨ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. જીપીએસસી દ્વારા વર્ષ ૨૦૧૮માં રાજ્ય વેરા નિરીક્ષક(STI) વર્ગ-૩ની કુલ ૪૨૦ જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેની લેખિત પરીક્ષા યોજાઈ હતી અને તાજેતરમાં આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ ૪૨૦ જગ્યા માટે લેવાયેલી રાજ્ય વેરા નિરીક્ષક (STI) વર્ગ-૩ની પરીક્ષામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટના ૫૨ ઉમેદવારોએ સફળતા મેળવીને સંસ્થાની સફળતામાં વધુ એક મોરપીચ્છ ઉમેર્યું છે. પરીક્ષામાં પાસ થનાર કુલ ૫૨ ઉમેદવારોમાં ૩૭ વિદ્યાર્થીઓ અને ૧૫ વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. આમ કહીએ તો, કુલ જગ્યાના ૧૨ ટકાથી વધુ વિદ્યાર્થીઓ એક જ સંસ્થામાંથી તાલીમ મેળવીને પાસ થયા હોય તેવી ગુજરાતની એકમાત્ર તાલીમ સંસ્થા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews