કોરોના વેકસીન સમાન પ્લાઝમાં દ્વારા અન્યોના જીવન બચાવવા માટે રઘુવંશી લોહાણ અગ્રણી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ ઈન્ટુકના પ્રેસીડેન્ટ સંજયભાઈ લાખાણીની સમાજને કોરોના સામેની લડાઈમાં જાેડાવા અપીલ કરી છે. કોરોનાની સારવાર માટે વેકસીન આવશે ત્યાં સુધીમાં તો ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુકયા હશે પરંતુ નીરાસ થવાની જરૂર નથી જે લોકો કોરોના સંક્રમણથી મુકત થયા છે તેઓના બોડીમાં કુદરતી રીતે કોરોના એન્ટી બોડી તૈયાર થઈ ગયા હોય છે. જાે આવા લોકો પ્લાઝમા ડોનેટ કરે તો ધીમે ધીમે સમાજમાંથી આ મહામારીને વેકસીન આવતા સુધીમાં ઘણા ખરા અંશે કાબુ કરી શકાય. જેનું જીવંત ઉદાહરણ છે સંજયભાઈ લાખાણી કે જેઓ આજથી બે મહીના પહેલા કોરોનાથી સંક્રમીત થયા હતાં અને તેમાથી બહાર આવીને તેઓએ બે મહીનામામાં બે વખત પ્લાઝમા ડોનેટ કરેલ છે તથા આજ સુધીમાં લગભગ ૧૩૦ વખત બ્લડ ડોનેટ કરેલ છે. જે બદલ તેઓને સન્માનીત પણ કરવામાં આવ્યા છે. સંજયભાઈનું કહેવું છે કે સીવીલ હોસ્પીટલમાં પ્લાઝમા ડોનેટ કરતી વખતે એવો અનુભવ થયો કે રાજકોટ સીવીલમાં નહી પરંતુ કોઈ મોટી પ્રાઈવેટ હોસ્પીટલમાં આવ્યા હોય તેમજ પ્લાઝમા લેતી વખતે સીવીલ હોસ્પીટલમાં જે કીટ ઉપયોગ કરવામાં આવે છે તે ખુબ જ સારી ગુણવત્તાની જર્મનથી ઈમ્પોર્ટ કરવામાં આવેલી આશરે રૂા. ૮૦૦૦ની કિંમતની ધરાવતી કીટનો માત્ર એક જ વખત ઉપયોગ કરવામાં આવતો હોવાથી ડોનરને કોઈપણ પ્રકારનું જાેખમ રહેતું નથી તેમજ તેમણે જયારે બીજી વખત તા. ૮-૯-ર૦ના રોજ પ્લાઝમાં ડોનેટ કર્યુ ત્યારે રાજકોટ સીવીલ હોસ્પીટલનાં ડીન ડો. ગૌરીબેન ધ્રુવનો પણ ખુબ જ સહકાર પ્રાપ્ત થયો હતો. અને ડો. ગૌરીબેન ધ્રુવે અંગત રીતે સંપર્ક કરીને પ્લાઝમા ડોનેટ કરવા બદલ ધન્યવાદ આપીને પ્રોત્સાહીત કર્યા હતાં. તે સમયે ફરજ ઉપરના ડો. કૃપાલ પુજારા જે બ્લડ બેંકમાં પ્લાઝમા વિભાગનાં મુખ્ય વડા છે તેઓના ખુબ જ માનવતાવાદી તથા હકારાત્મક અભીગમથી ખુબ જ પ્રભાવિત થયા છે. તેમજ અન્ય સ્ટાફ અને વ્યવસ્થા પણ નિયમોના પાલન સાથે સરાહનીય છે. સંજયભાઈનાં કહેવા મુજબ કોરોના શરૂ થયા પછ અત્યાર સુધીમાં પ૪ લોકોએ પ્લાઝમા ડોનેટ કરેલ છે. જે સંખ્યા ઓછી છે તેથી તેઓએ નકકી કર્યુ છે કે હવેથી દર મહીને તેઓ પ્લાઝમા ડોનેટ કરશે જેનાથી સમાજમાં જાગૃતિ ફેલાય તેમજ હાલમાં રાજકોટમાં વધતા મૃત્યુ દરને ઘટાડવા સંક્રમણથી મુકત થયેલા લોકો આગળ આવીને આ અભિયાનમાં જાેડાઈ પ્લાઝમા ડોનેસનની જાગૃતિ ફેલાવવા તેમજ પ્લાઝમા ડોનેટ કરવા બદલ સંજયભાઈ લાખાણીને તેમના મો. ૯૮ર૪ર ૦૩ર૩૩ ઉપર સમગ્ર રાજયમાંથી રઘુવંશી અગ્રીણીઓ તેમજ કોંગ્રેસનાં કાર્યકરો તથા સામાજીક સંસ્થાઓ તેમજ નાગરીકો તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહયા છે. તેમજ સંજયભાઈ લાખાણી દ્વારા સમગ્ર જનતાને અપીલ કરવામાં આવે છે કે વધુને વધુ લોકો આ અભિયાનમાં જાેડાઈને દેશ તથા સમાજને આ મહામારીમાંથી બહાર લાવવા સહયોગ કરશે જે લોકો પ્લાઝમા ડોનેટ કરવા ઈચ્છતા હોય તેઓને કોઈપણ પ્રકારની વિશેષ માહિતી કે સમજ માટે સંજયભાઈ લાખાણીના ઉપર આપેલ મોઈબાલ નંબર ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews