કેશોદ તાલુકાનાં માણેકવાડા ગામે બાંધકામનો સામાન અને બાકી નીકળતા પ્રશ્ને ધમકી આપી

જૂનાગઢ જીલ્લાનાં માણેકવાડા ગામે રહેતા મિલનભાઈ કાનાભાઈ મુંછડીયા (ઉ.વ.રપ)એ આ કામના આરોપી ધર્મેશભાઈ ભરતભાઈ સોલંકી જાતે ભોય રહે.માંગરોળવાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે, આ કામના ફરીયાદીએ માંગરોળ અંદર ઉપર આ કામના આરોપીનું રૂા.૬૦,૦૦૦/-માં બાંધકામ રાખેલ હોય તેમજ આ બાંધકામનો સામાન પણ આરોપીના કબજામાં હોય જેથી આ કામના આરોપી પાસેથી લેવાના નિકળતા રૂપિયા તથા પોતાનો બાંધકામનોવ સામાન માટે ફરીયાદીએ તા.૧૦-૯-ર૦ના રોજ સાહેદ કિશન લખમણ મુછડીયાના મો.નં.૭૦૪૬૭પ૬પપ૬ ઉપરથી આરોપીના મો.નં.૭૦૧૬૬૩ર૩૧૩ ઉપર ફોન કરતા આરોપીએ ફોન ઉપર ધમકી આપી તથા ફરીયાદીને ફોન ઉપર અવાર-નવાર ભુંડી ગાળો આપી રૂપિયા તથા સામાન નહી આપવાની તથા મારી નાંખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી ઘરવાળીને ઉપાડી જવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવવામાં આવતા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિકારી જે.બી.ગઢવી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!