માંગરોળ પંથકમાં જુગાર દરોડો, ૧૮ સામે કાર્યવાહી

માંગરોળનાં પોલીસ કોન્સ્ટેબલ જાેગીદાસભાઈ લખાભાઈ અને સ્ટાફે માંગરોળના મેણજ ગામ નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૪૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે નાશી છુટેલા શખ્સોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. કુલ ૯ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત માંગરોળનાં સાંગાવાડા મેંદાવાડી વિસ્તારમાંથી માંગરોળ મરીન પોલીસ દ્વારા જુગાર અંગે દરોડો પાડતાં એક રહેણાંક મકાનમાંથી ૯ શખ્સોને રૂા.૧,૦૭,૩૦૦ની રોકડ મોબાઈલ, મોટરસાયકલ વગેરે મળી કુલ રૂા.ર,૦૭,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!