જૂનાગઢ જીલ્લાનાં ૧૨ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂા. ૧૯૫ લાખ મંજૂર કરાયા

જૂનાગઢ જિલ્લાના ૧૨ ગામ માટે પીવાના પાણીની આંતરિક વ્યવસ્થા સુસજ્જ કરવા રૂા.૧૯૫.૦૯ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લાસેવા સદન ખાતે યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં આ નાણા મંજૂર કરવામાં આવ્યા છે. પાણી પુરવઠાના મંજૂર કરવામાં આવેલ ગામોમાં જૂનાગઢના ચોરવાડી, મેવાસા (કમરી) વિરડી, વાલાસીમડી, માખીયાળા,કેશોદ તાલુકાના મોવાણા અને શેરગઢ, વિસાવદર તાલુકાના જાવલડી અને વિસણવેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માળીયા હાટીના તાલુકાના વિસણવેલ, આછીદ્રા, અને વિરડી, મેંદરડા તાલુકાના અમરાપુર નો સમાવેશ થાય છે. નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સંબંધિત ગામની પાણી સમિતિ દ્વારા કામો હાથ ધરવા સાથે કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય તેની કાળજી લેવા જણાવ્યું છે. બેઠકમાં કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા વી.વી.કારીયા, વાસ્મોના જિલ્લા કો-ઓર્ડિનેટર ઈલાબેન કૈલા સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!