યાત્રાધામ દ્વારકામાં આશરે નવેક માસ પહેલા રઘુવંશી યુવા ગૃપ દ્વારા રઘુવંશી પરિવારના સર્વે પિતૃઓના મોક્ષાર્થે ભવ્યતિભવ્ય ભાગવત સપ્તાહ યોજાઈ ગયેલ. જેમાં રઘુવંશી સમાજના આર્થિક રીતે સધ્ધર પરિવારના મોભીઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપેલ છે અને આયોજકો પાસે સારી એવી રોકડ રકમ એકત્ર થયેલ છે. પરંતુ આ રકમનો આજદિન સુધી હિસાબ જાહેર કરેલ નથી ઉલ્ટાનું આ ફાળાની રકમ લોહાણા મહાજનના ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં હજુ સુધી જમા થયેલ નથી તો આ ફાળાની રકમ કોના ખાતામાં ગઈ ? અને જાે આ રકમ કોઈ અન્ય વ્યકિત પાસે હોય તો તે ગેરબંધારણીય ગણાય. કારણ કે લોહાણા મહાજનના નામથી આવેલી રકમ ટ્રસ્ટમાં જમા થયેલી હોવી જાેઈએ. સમસ્ત રઘુવંશી સમાજના ઉત્કર્ષ માટે રઘુવંશી દાનદાતાઓ તરફથી મળેલી માતબર રકમનો સદુપયોગ થવાને બદલે હજુ સુધી આ રકમ કયાં છે ? તેની પણ માહિતી જવાબદારો પાસે નથી જેથી દ્વારકાના સમસ્ત રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. અને ભાગવત સપ્તાહમાં મળેલી દાન-ભેંટનો વહેલામાં વહેલી તકે જાહેર ખુલાસો કરવા માંગ ઉઠવા પામી છે.
આ બાબતે શહેરના પ્રબુધ્ધ લોહાણા આગેવાનો દ્વારા આગામી સમયમાં લોહાણા મહાજનના પ્રમુખ તથા ટ્રસ્ટીઓને લેખિત રજુઆત કરીને ભાગવત સપ્તાહમાં એકત્રિત થયેલી રોકડ રકમ તથા અન્ય બાબતોએ ખુલાસો માંગવા તથા દાનની રકમ કયાં અને કોના નેજા હેઠળ પડેલી છે ? તેની વિસ્તૃત માહિતી મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાનું જ્ઞાતિના અંતર્ગત સુત્રોમાંથી જાણવા મળેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews