સોમનાથ મહાદેવ મંદિરની કંગના રાણાવત સંગ્રામમાં એન્ટ્રી

ભારતની જાજરમાન અને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ તથા માર્ણીકણીકા ઘાટ જેવી ઐતિહાસીક ફિલ્મોની સુપ્રસિધ્ધ અભિનેત્રી કંગના રાણાવત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેનાં બંગલાની તોડફોડ અંગે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં દરરોજને દરરોજ નવા નામો ઉમેરાતા જાય છે. આજે સવારે ૭ઃ૩૦ વાગ્યે કંગના રાણાવતે સોમનાથ મહાદેવ મંદિર પૂજાનાં ફોટો સાથે વધુ એક પ્રહાર કરતા ટ્‌વીટ કર્યું કે ‘સુપ્રભાત દોસ્તો, આ ફોટો સોમનાથ મંદિરનો છે. સોમનાથને કેટલાય દરિદ્રોએ કેટલીય વાર બેરહમીથી ઉજાડયું છે પરંતુ ઈતિહાસ સાક્ષી છે. કૂરતા અને અન્યાય કેટલાય શકિતશાળી કેમ ન હોય અંતે જીત ભકિતની થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંગના રાણાવતે સોમનાથ મહાદેવ મંદિર દર્શન, પૂજા અને અભિષેક તા.૧૪-૯-૧૯નાં રોજ આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!