ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં કૌભાંડ આચરી બોગસ ખેડુતોને કરોડોની સહાય ચુકવાઇ ?

0

ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનામાં સુવ્યવસ્થિત રીતે બોગસ ખેડુતોને કરોડોની આર્થિક સહાય ચુકવવાનું કૌભાંડ આચરાયું હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી રહેલ વિગતોના પગલે સરકારી તંત્રમાં હડકંપ પ્રસર્યો છે. ગીર સોમનાથ જીલ્લામાં આ કૌભાંડનું એપી સેન્ટર સુત્રાપાડા અને કોડીનાર તાલુકો હોવાનું અને લોઢવા, પાદરૂકા અને બોસના ગામના યુવાનો સુત્રોધાર હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળી રહેલ છે. આ કૌભાંડની હકકીતો જાણવા ઉચ્ચકક્ષાએથી આદેશો છુટતા ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. દેશમાં ખેડુતોની આવક બમણી કરવાના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદીએ અનેક યોજના અમલમાં મુકી છે. પરંતુ આવી યોજનાઓના અમલીકરણના જવાબદારો દ્વારા આચરાતી ગેરરીતીઓના લીધે ખેડુતોને પુરો લાભ મળતો ન હોવાની ફરીયાદો વારંવાર ઉઠે છે. પીએમ મોદીએ શ્રીમંત ખેડુતોને સહાય આપવા અમલમાં મુકેલ પ્રધાનમંત્રી કિસાન સહાય યોજનામાં ગીર સોમનાથ જીલ્લામાં કરોડોનું કૌભાંડ આચરાયું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેના પગલે સરકારી તંત્રમાં હડકંપ પ્રસરેલ છે. આ કૌભાંડની આધારભુત સુત્રોમાં ચર્ચાતી વિગતો મુજબ ગીર સોમનાથ જીલ્લામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાનો લાભ બોગસ ખેડુતોને અપાવવા મોટાપાયે સુવ્યવસ્થિત ગેરરીતી આચરવામાં આવી હતી. જેમાં ગણતરીના નંબરો ઉપરથી હજારો બોગસ ખેડુતોના ઓનલાઇન રજીસ્ટ્રેશનો કરાયા હતા. ગીર સોમનાથ જીલ્લામાં આચરાયેલ કૌભાંડમાં સુત્રાપાડા અને કોડીનાર તાલુકાઓ એપી સેન્ટર છે. જેમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા, પાદરૂકા અને બોસન ગામના યુવાનોએ અનેક અભણ ખેડુતો અને ખેતમજુર યુવકોના બોગસ રજીસ્ટ્રેશન કરી કૌભાંડ આચર્યુ છે. તો બીજી તરફ આ કૌભાંડની વિગતો બહાર આવતા સુત્રાપાડા ટીડીઓ દ્વારા તાલુકાના તમામ ગામના તલાટીઓને ખાનગીરાહે પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓની ખરાઇ કરવા આદેશ કર્યો છે. જો કે, હાલ આ કૌભાંડ અંગે કોઇ જવાબદારી સરકારી અધિકારી મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
ખેડુતો ન હોય તેવા લોકોના રજીસ્ટ્રેશન કરી સહાય મેળવી લેવાઇ
કૌભાંડમાં આચરનારા યુવકો જે લોકો ખેડુતો જ નથી તેઓના ખેડુત તરીકે રજીસ્ટ્રેશનો કરાવી તેમના ખાતામાં સહાયની રકમ પણ જમા થઇ ગઇ છે. આવા બોગસ બનેલા ખેડુતોએ પોતાના ખાતામાં આવતી સહાયની પ્રથમ હપ્તાની રકમ કૌભાંડકારોને આપવાની અને બાકીની રકમ તેઓએ રાખવાનું નકકી થયુ હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ કૌભાંડમાં ૧૩ હજાર જેટલા ડમી ખેડુતોનું રજીસ્ટ્રેશન કરાયુ હોય જે તમામના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન યોજનાના બે થી ત્રણ હપ્તા જમા પણ થઇ ગયા છે. જે મુજબ ૧૩ હજાર જેટલા બોગસ ખેડુતોના ખાતામાં કિસાન યોજનાની કરોડોની રકમ જમા થઇને કૌભાંડકારો બારોબાર ચાંઉ કરી ગયાનું સુત્રોમાં ચર્ચાય રહેલ છે.
સુત્રાપાડા તાલુકા પંચાયત કચેરીનાં ઓપરેટર એવા મુખ્ય સુત્રધારે ત્રણ ગામના યુવાનો સાથે મળી કૌભાંડ આચર્યુ હોવાની ચર્ચા
આ કૌભાંડમાં સુત્રાપાડા તાલુકાના લોઢવા, પાદરૂકા અને બોસન ગામના યુવકોએ સરકારી યોજનાના નાણાં બારોબાર ચાંઉ કરવા બુધ્ધપૂર્વક કૌભાંડ આચર્યુ છે. આ કૌભાંડમાં અભણ ખેડુતો પાસેથી રૂા.૫૦૦ થી રૂા. એક હજાર સુધીની રકમ લઇ સહાય યોજનાના ઓનલાઇન ફોર્મ ભરાવવાની કામગીરી યુવકો કરતા હતા. જેની આડમાં જ હજારો બોગસ ખેડુતોનું રજીસ્ટ્રેશન કરી લાખોની રકમ એડવાન્સમાં ચાઉં કરી લીધી હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જયારે આ કૌભાંડમાં સુત્રાપાડા તાલુકા પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી બજાવતો યુવક કે જેની પાસે કચેરીના લોગ ઇન આડી અને પાસવર્ડ પણનો ઉપયોગ કરતો હતો. તે સમગ્ર કૌભાંડનો મુખ્ય સુત્રધાર હોવાનું લોકોમાં ચર્ચા થઇ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!