જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં વરસાદી ઝાપટા

ઘણા સમય પછી ગઈકાલે સોરઠમાં વરસાદે તેમનો છેલ્લો રાઉન્ડ શરૂ કર્યો હતો. અચાનક ગઈકાલે વરસાદ આવતાં ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી વ્યાપી જવા પામી હતી. કારણ કે માંડ ઉઘાડ નિકળ્યો હતો અને ખેડૂતો પોતાનાં ખેતરોમાં કામે લાગ્યા હતાં ત્યાં અચાનક ગઈકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. છેલ્લા પાંચ દિવસ થયાં સતત ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં ગઈકાલે સાંજથી ફેરફાર થયો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતાં. જૂનાગઢમાં રાત્રીના હળવા ઝાપટા પડતા ઠંડકતા પ્રસરી હતી. આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે અને હાલ મેઘાવી માહોલ વચ્ચે વિવિધ તાલુકાઓમાં પણ વરસાદ પડયાના અહેવાલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!