જૂનાગઢના સુવિખ્યાત સકકરબાગ પ્રાંણી સંગ્રહાલય ખાતેથી તાજેતરમાં એક દીપડો ફરાર થઈ જવાની ઘટનાને પગલે ભારે દોડધામ મચી જવા પામી હતી. અને નાશી છુટેલા દીપડાને પાંજરે પુરવા માટે જહેમત ઉઠાવવામાંઆવી હતી.
આખરે આ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર સકકરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક ડો.અભિષેકકુમારની એક યાદીમાં જણાવ્યા અનુસાર સકકરબાગ પ્રાણી સંગ્રહાલયના બિજા વિભાગમાં રાખવામાં આવેલ દીપડો નર જીવ-૧ (ઉ.વ.૯) પાંજરાની સાફ-સફાઈની દૈનિક કામગીરી દરમ્યાન આકસ્મીક રીતે
તા. પ-૯-ર૦ર૦નાં રોજ ઝુમાંથી ભાગી ગયો હતો. અને જેને કારણે ઝૂ વિભાગ દ્વારા તાત્કાલીક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દીપડાની શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાન ઝૂ ના પાછળનાં ભાગમાં સતત તેના પગલાના નિશાનને મોનીટર કરી અને અલગ- અલગ પાંચ જગ્યાએ પાંજરૂ મુકવામાં આવેલ હતું. દરમ્યાન તા.૧૧-૯-ર૦ર૦ની રાત્રીના ૧ર-૩૦ કલાકે આ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી અને તેને સલામત જગ્યાએ રાખવામાં આવ્યો હોવાનું ઝૂ સતાધીશોએ જણાવ્યુ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews