માંગનાથ વિસ્તારમાં એક દુકાનમાં ગાય ઘુસી ગઈ !

0

જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દિવસે દિવસે વકરી ગઈ છે. કોઈપણ વિસ્તાર નહી હોય જયાં એકબિજા સાથે રખડતા ઢોર નજરે ન પડતા હોય કયારેક તો રખડતા ઢોર બાખડતા હોય ત્યારે ઘડીભર રસ્તાઓ પણ બ્લોક થઈ જતાં હોય છે. અવાર-નવાર કોર્પોરેશન તંત્રને રજુઆતો કરવામાં આવતી હોવા છતાં પણ લોકોની ફરીયાદ સાંભળી – સાંભળીને મીંઢુ થઈ ગયેલુ મનપા તંત્ર કોઈની ફરીયાદ સાંભળતું જ નથી. દરમ્યાન જૂનાગઢ શહેરમાં વેપારી વિસ્તાર કે જયાં વેપાર – ધંધા ધમધમી રહયા છે. ત્યા વિસ્તારમાં પણ ઢોરની સમસ્યા વકરી છે. જયાં એક કાપડની દુકાનમાં રખડતું ઢોર ઘુંસી આવ્યું છે અને આ બનાવ અંગે સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ થયો છે. હવે તો જાણે પશુઓ પણ નવા દિવસો આવી રહયા છે. કાપડની ખરીદી જાણે કરવી હોય તેમ ધંધા – રોજગારનાં સ્થળે આવી જતી હોય છે. જે પ્રસ્તૃત તસ્વીરમાં દર્શાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!