શૂટિંગ માટે ગુજરાત પહેલી પસંદ ફિલ્મ મેકર્સ પ્રોજેકટો પુરા કરવા ગુજરાત દોડયા

0

દેશમાં કોરોનાની સૌથી વધુ અસર પડી હોય તેવા મોટા શહેરમાં મુંબઈ પણ સામેલ છે. મુંબઈમાં રોજના એવરેજ ૨૦૦૦થી વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જોકે હાલમાં ત્યાં સુરક્ષાના પ્રોટોકોલનું પાલન કરતા શૂટિંગની પણ મંજૂરી અપાઈ છે. જોકે તેમ છતાં પણ કોરોનાનો ભય તો રહે જ છે. ત્યારે હવે મુંબઈથી વધુ સુરક્ષિત મનાતા એવા અમદાવાદ સહિત ગુજરાતના અન્ય સ્થળો ઉપર કેટલાક ફિલ્મ મેકર્સ પોતાના પ્રોજેકટ્‌સ પૂરા કરી રહ્યા છે. બોલિવૂડના ફિલ્મ મેકર નિખિલ અડવાણી પોતાના આગામી પ્રોજેકટનું લોકેશન જોવા માટે હાલમાં જ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. અડવાણીના પ્રોડકશન હાઉસ એમ્મી એન્ટરટેઈનમેન્ટમાં પાર્ટનર અને પ્રોડ્યુસર મધુ ભોજવાની કહે છે, તેઓ હંમેશાથી ગુજરાતમાં શૂટિંગને લઈને ઉત્સાહીત રહ્યા છે. અમારી પહેલી ફિલ્મ ઝ્‌ર-ર્ઝ્રીક્ક સંપૂર્ણ રીતે અમદાવાદ અને કચ્છના નાના રણમાં શૂટ થઈ હતી. અમને સ્થાનિકો અને ટેકનિશિયનો તરફથી હંમેશા અહીં સારો સપોર્ટ મળ્યો છે. તેઓ કહે છે, કોવિડ બાદ રાજયમાં લાગુ કરાયેલા શૂટિંગ માટેના પ્રોટોકોલનું પાલન કરવું સરળ રહેશે.
શહેરના જાણીતા ક્રિએટિવ અને મીડિયા કન્સલટન્ટ અદિતિ રાવલ કહે છે, અન્ય લોકપ્રિય જગ્યાઓની સરખાણમીમાં શહેર વધારે સુરક્ષિત મનાઈ રહ્યું છે. અને આથી જ કેટલાક પ્રોજેકટનું શૂટ અથવા પ્લાનિંગ શહેરમાં થઈ રહ્યું છે. બોલિવૂડ એકટર ભૌમિક સંપત હાલમાં સુરક્ષાના નિયમોનું પાલન કરતા શહેરમાં શૂટિંગ કરી રહ્યા છે. તેઓ કહે છે, અહીં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું સરળ છે અને આ પહેલા અમને સ્થાનિક લોકો તરફથી મળેલા સપોર્ટના કારણે હું ફરીથી પ્રોજેકટ માટે અમદાવાદ આવવા પ્રેરિત થયો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!