ચાર મહિનાથી ટલ્લે ચડેલી NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

કોરોનાના કારણે છેલ્લાં ચાર મહિનાથી ઠેબે ચડેલી NEETની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત મેનેજમેન્ટે હાશકારો અનુભવ્યો હતો. મેડિકલમાં પ્રવેશ માટે આજે લેવાયેલી NEETની પરીક્ષા એકંદરે વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહી હતી. મોટાભાગના વિદ્યાર્થીઓને પરીક્ષા સરળ જયારે કેટલાક વિદ્યાર્થીઓ માટે ફીઝીક્સના પ્રશ્નો અઘરા રહ્યા હતા. સૌથી મહત્વની વાત એ હતી કે કેન્દ્ર અને રાજય સરકારે રાખેલી તકેદારીના કારણે અને વાલીઓની સાવચેતીના કારણે કોઇપણ જગ્યાએ કોઇ મુશ્કેલી ઉભી થઇ નહોતી. આ પરીક્ષાનું પરિણામ કયારે જાહેર થશે તે અંગે NTA દ્વારા કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!