ધોરાજી શહેર નગરપાલિકામાં બહારપુરા વિસ્તારમાંથી ચૂંટાયેલા કોંગી નગરસેવિકાના યુવાન પુત્રને કોવિંડ-૧૯ ભરખી જતા અકાળે અવશાન થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. ધોરાજી ખાટકી જમાતના પ્રમુખ અને કોંગ્રેસ અને કોંગ્રેસના વર્ષો જુના અદના કાર્યકર નુરમામદભાઈ કારવાની તથા નગરસેવિકા ઝુબેદાબેન કારવાનીના યુવાનપુત્ર મુખ્તાર કારવાનીને કોરોના પોઝિટીવ આવતા લાંબા સમય સુધી ખાનગી હોસ્પિટલમાં સારવાર તળે હતા. પરંતુ સારવાર કારગત નહીં નિવડતા આખરે મૃત્યંુ નિપજેલ હતું. મુખ્તાર કારવાની કોમી એકતાના પ્રતિક સમાન હતા. હિંદુ – મુસ્લિમોમા બહોળુ મિત્ર મંડળ ધરાવતા હતા અને સમાજ સેવા માટે કાયમ તત્પર રહેતા અડધીરાત્રે કોઈ કામ અર્થે અવાજ કરે તો દોડી જતા હતા. આવા મળતાવડા યુવાનનું અવસાન થતા સમગ્ર ધોરાજીનાં સમાજમાં ગમગીની ફેલાયેલ હતી. તેમની પાછળ પત્નિ તથા પુત્રોને વલોપાત કરતા મુકી ગયેલ છે. આ તકે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે ધારાસભ્ય લલીત વસોયા, ભાજપ સભ્ય ગોપાલદાસ કોયાણી, સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ યાસીનભાઈ ગરાણા, નગરપતિ ડી.એલ. ભાલા, માજી ઉપપ્રમુખ મકબુલ ગરાણા, મેમણ જમાતના પ્રમુખ અફરોજભાઈ લકકડકુટા, પોઠીયાવાલા જમાતના સેક્રેટરી, બાસીત પાનવાલા, અધિકારી ગણ, પત્રકારોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews