હત્યાનાં ગુનામાં સંડોવાયેલા ફરાર આરોપીને એસઓજી જૂનાગઢે ઝડપી લીધો

0

હત્યાના ગુનામાં પેરોલ ઉપર છુટેલ અને બાદમાં પ માસથી ફરાર આરોપીને જૂનાગઢ એસઓજીએ ઝડપી લઈ બી-ડીવીઝન પોલીસને હવાલે કર્યો છે. ગુનો કરી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની અને એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી એસઓજી દ્વારા પેટ્રોલીંગ કામગીરી કરવામાં આવી રહી છે. દરમ્યાન બી.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનામાં આરોપી હારૂન ઉર્ફે ફાનસ આમદભાઈ ગંભીર ગામેતી પેરોલ ઉપર છૂટયા બાદ પ માસથી ફરાર હતો. આરોપી ધરપકડ ટાળવા માટે સતત નાસતો ફરતો હતો. દરમ્યાન આરોપીની માહિતી મળતા એસઓજીના પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ જે.એમ. વાળા અને ટીમે આરોપીને ઝડપી લીધો હતો. બાદમાં આરોપીને બી-ડીવીઝન પોલીસના હવાલે કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!