પોલીસ ટ્રેનીંગ સેન્ટર ચોકી સોરઠ ખાતે બી.વી.ગોહીલની નિમણૂંક, એ.આર. જનકાંતને અમદાવાદ મુકાયા

0

ગુજરાત રાજયનાં ગૃહ વિભાગનાં રાજયનાં આઠ અજમાયશી આઈપીએસ અધિકારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. જયારે ૧પ ડિવાયએસપીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ નજીક આવેલા પોલીસ ટ્રેનીંગ સેન્ટર ચોકી સોરઠ ખાતે ફરજ બજાવતા એ.આર. જનકાંતને વિશેષ શાખા અમદાવાદ ખાતે મુકવામાં આવ્યા છે. જયારે તેમની જગ્યાએ બી.વી. ગોહીલને નિમણૂંક અપાઈ છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર આઠ અજમાયશી આઈપીએસને વિભાગીય પોલીસ અધિકારી તરીકે પોસ્ટીંગ અપાયા હતા. જેમાં શૈફાલી બરવાલને દાહોદ, ડો.લવીના સિંહાને વિરમગામ, અભય સોનીને અમરેલી, સુશીલ અગ્રવાલને પાલનપુર, બસન સફીન મુસ્તફાઅલીને ભાવનગર, પુજા યાદવને થરાદ, વિકાસ સુંડાને ભરૂચ અને ઓમ પ્રકાશ જાટને વેરાવળ મુકયા હતા. બીજી તરફ ડી.પી.ચુડાસમાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ એસીપી, બી.વી.ગોહીલને પોલીસ ટ્રેનીંગ સેન્ટર ચોકી સોરઠ જૂનાગઢ, એ.આર.જનકાંતને વિશેષ શાખા અમદાવાદ, કલ્પેશ ચાવડાને ખેડા, વી.જે. રાઠોડને આઈબી ગાંધીનગર, એમ.એચ. ઠાકરને આઈબી ભાવનગર રીજીયન, એસ.કે. વાળાને વડોદરા ગ્રામ્ય, ડી.પી. વાઘેલાને એસીબી અમદાવાદ, બી.એસ. વ્યાસને અમદાવાદ ગ્રામ્ય, એસ.એચ. સારડાને એસટીએસસીએલ દેવભૂમી દ્વારકા, ડો.શ્રુતી મહેતાને આઈબી ગાંધીનગર, એસ.એસ. ગઢવીને એસીબી વડોદરા, એમ.બી. સોલંકીને જામનગર, ડી.વી. બસીયાને રાજકોટ ક્રાઈમ બ્રાંચ, ડી.જી. ચૌધરીને આઈબી ગાંધીનગર મુકાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!