કોરોના કેસ વધતા આવતીકાલથી ગોંડલમાં ૮ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન

ગોંડલ કોરોના હોટસ્પોટ બન્યું છે અને પોઝીટીવ કેસ એક હજારને પાર કરી ચુકયો હોય, મૃત્યુંદર પણ ચોંકાવનારો હોય શહેરનાં વેપારી આગેવાનો, મહામંડળ, વિવિધ સામાજિક સંસ્થાઓ, નગરપાલિકાનાં પદાધિકારીઓ તથાં પ્રબુધ્ધજનોની ટાઉનહોલમાં મળેલ મિટીંગમાં કોરોના સંક્રમણને ખાળવાં તા.૧૫ મંગળવારથી આઠ દિવસ સુધી સાંજનાં ચાર પછી સ્વૈચ્છિક લોકડાઉનનો ર્નિણય લેવાયો છે. વેપાર ધંધા સવારે આઠથી સાંજનાં ચાર સુધી ખૂલ્લાં રહેશે. સાંજનાં ચાર વાગ્યા પછી સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવાં ર્નિણય લેવાયો છે. લોકડાઉનમાં માર્કેટ યાર્ડ તથાં નગરપાલિકા કચેરી પણ સંપુર્ણ બંધ રહેશે તેવું એક યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!