જૂનાગઢનાં પર્યટનસ્થળ વિલિંગ્ડન ડેમ સાઈટની કંગાળ હાલત સુધારી નેચર સાઈટ તરીકે વિકસાવવા માંગણી

0

જૂનાગઢના મધુર સોશ્યલ ગૃપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતીએ ગુજરાત રાજયના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાને એક પત્ર પાઠવી જૂનાગઢનાં વિલિંગ્ડન ડેમ સાઈટની કંગાળ હાલત અંગે માહિતગાર કરી અને તેને નેચર સાઈટ તરીકે વિકસાવવા માંગણી કરી છે. સલીમભાઈ ગુજરાતીએ પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાને કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે, દાતારની તળેટીમાં આવેલ વિલિંગ્ડન ડેમની હાલત કંગાળ થઈ ગઈ છે. વિલિંગ્ડન ડેમ અને તેની સાઈટ વિદેશી પર્યટક સ્થળથી પણ વધુ મનમોહક સ્થળ તરીકે વિકસી શકે તેમ છે. વિલિંગ્ડન ડેમની સાઈટ ઉપર વોટર રાઈડીંગ, વનસ્પતિ ઉદ્યાન અને કુદરતી જંગલ જેવું વાતાવરણ સર્જાઈ શકે તેમ છે. તાજેતરમાં નવાબીકાળના મકબરાનું રિનોવેશન કામ શરૂ થયેલ છે ત્યારે વિલિંગ્ડન ડેમ સાઈટનો પણ વિકાસ હાથ ધરવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!