વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણી કરવા પૂરજાેશમાં તૈયારી

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને લઇ એક સપતાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની તૈયારીના ભાગરૂપે જૂનાગઢ સરદારબાગ પાસે આવેલા સીએમ પાર્કની સફાઈ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આગામી તારીખ ૧૭ સપ્ટેમ્બર, ર૦ર૦ના રોજ જન્મદિવસ આવતો હોવાથી ભાજપ દ્વારા એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે જેના ભાગરૂપે જૂનાગઢના સરદારબાગ પાસે આવેલા સીએમ પાર્કમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શશીકાંત ભીમાણી, જૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, યોગીભાઈ પઢિયાર તેમજ કાર્યકરોએ ઉપસ્થિતિ રહી અને સફાઇ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભાજપ શહેર પ્રમુખ શશીકાંતભાઈ ભીમાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આગામી તારીખ ૧૭ ના રોજ જન્મદિવસ આવતો હોવાથી આજથી એટલે કે તા.૧૪ સપ્ટેમ્બરથી એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!