તંત્રની બેદરકારીના પગલે કોરોનાનાં દર્દીઓનાં થતા મોત : સમીતી માત્ર નામા પુરતી તેની કોઈ સત્તા નથી

0

જૂનાગઢની સિવીલ હોસ્પીટલ કે જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે. અને આધુનિક સુવિધાસભર આ હોસ્પિટલમાં કેટલાક સમય થયાં જવાબદાર તંત્રની બેદરકારીના કીસ્સાઓ એક પછી એક બહાર આવી રહયા છે. અને જેને લઈને દર્દીઓનાં મૃત્યુ થઈ રહયા છે. કોરોના કહેર વચ્ચે કોરોના દર્દીઓ પુરતી દેખભાળ રાખવામાં આવતી ન હોય અને ઓકસીજનનો જથ્થો પુરો પાડવામાં આવતો ન હોવાના કારણે કોરોનાનાં દર્દીના મોત થઈ રહયા છે. જૂનાગઢ સિવીલ હોસ્પીટલનાં આ જવાબદાર ડોકટરોની સામે કડક કાર્યવાહી કરવાની લોકોમાં માંગણી ઉઠવા પામી છે. સરકારી તંત્રની બેદરકારી સામે કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ડી. સીડાએ તિવ્ર આક્રોશ વ્યકત કરેલ છે. તેઓએ એક અખબારી યાદી જારી કરેલ છે. આપેલી વિગત અનુસાર વંથલી તાલુકાનાં ગાદોઈ ગામના ઈબ્રાહીમભાઈ હુસેનભાઇ સીડાને
તા. ૧૧/૯/૨૦૨૦ રોજ સામાન્ય તાવ આવતા જૂનાગઢ સરકારી સીવીલ હોસ્પિટલ માં દાખલ કરેલ હતા ત્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતા જૂનાગઢ દાખલ થયાના
૧૪ કલાક બાદજ તેમનુ અવસાન થયેલ છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ કોરોનાના દર્દીઓ પ્રત્યે ઓક્સિજનનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ તેના બદલે જૂનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં રાત્રીનાં કોરોનાના દર્દોઓનાં વોર્ડમાં જવાબદાર ડોકટરોના બદલે પટાવાળા અને કંમ્પાઉન્ડરોનાં ભરોસે દર્દીઓને રામભરોસે રાખી દેવામાં આવતા હોવાની ચોંકાવનારી ફરીયાદો મળી છે. ડોક્ટરોને માનવ જીંદગીની કાંઈ પડી ન હોય તે રીતે ડોકટરોની લાપરવાહીનાં કારણે મોટાભાગના કોરોનાના દર્દીઓના ટપો ટપ મોત થઈ રહયા છે તેટલુંજ નહીં વળી મોટી મોટી વાતો કરતી રાજ્ય અને કેન્દ્ર ની સરકારે કોરોનાના નામે કરોડોનું ફંડ ભેગું કર્યુ હોવા છતા પણ જૂનાગઢ સરકારી સીવીલ હોસ્પિટલ માં ઓક્સિજન ના બાટલા નો પૂરતો જથ્થો આપવામાં સરકાર ના કામયાબ છે અને જેને કારણે કોરોનાનાં દર્દીઓનાં મૃત્યુ આંક વધી રહયો છે. જેથી મરણ આકડો ઘટાડવા અને એક માનવ જિંદગીને બચાવવા જો સરકારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં માનવતા ના ધોરણે તેમજ તેમની ફરજ ના ભાગ રૂપે જો ડોક્ટરો રાત્રીના તે વોર્ડમાં ખુદ હાજર રહીને પૂરતું ધ્યાન આપે અને સરકાર ઓક્સિજન ના બાટલાનો પૂરતો જથ્થો આપે તો અનેક માનવ જીંદગી બચી જાય તેમ છે. વધુમાં સરકારી સીવીલ હોસ્પિટલમાં જે દિવસે
તા. ૧૧/૯/૨૦૨૦ ને રાત્રીના કોરોનના દર્દી ઈબ્રાહીમભાઈ સીડાનુ ડોક્ટર રોની બેદરકારીના કારણે અવસાન થયું તેજ રાત્રીના તેજ વોર્ડ માં જાણવા મળતી વિગતો મુજબ અન્ય ત્રણ વ્યતિઓના અવસાન થયેલ તો એકજ રાતમાં કુલ ચાર વ્યકતીઓના ડોક્ટરરોની બેદરકારીના કારણે અવસાન થયેલ છે તેટલુંજ નહીં તે બોડીને ઢાંકવા સફેદ કપડું કે ચાદર પણ ઓઢાડેલ ન હતી આમ મોતનો મલાજાે જાળવવામાં પણ સરકારી તંત્ર નિષ્ફળ ગયું છે. તેવી ફરિયાદો પણ ઉઠી છે. ત્યારે આ બાબતે પગલા લઈ અને જવાબદાર સામે પગલા લેવાની માંગણી ઉઠવા પામી છે. તેમ જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતીના મહામંત્રી વી.ડી. સીડાએ જણાવેલ છે.
જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓ પ્રત્યે રાખવામાં આવતી બેદરકારી અંગે તપાસની ધારાસભ્ય હર્ષદ રીબડીયાની માંગ
જૂનાગઢ સરકારી સિવીલ હોસ્પિટલમાં કોરોનાના દર્દી પ્રત્યે ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિસાવદર પંથકનાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષનાં ઉપનેતા હર્ષદભાઈ રીબડીયાએ આરોગ્ય વિભાગના અગ્રસચિવને એક પત્ર પાઠવી સરકારી હોસ્પિટલ સિવીલ હોસ્પિટલ જૂનાગઢમાં કોરોના દર્દી પ્રત્યે રખાતી બેદરકારી અંગે તપાસ કરવાની માંગણી કરી છે. આ પત્રમાં તેમણે જણાવેલ છે કે તેઓને કેશોદ તાલુકાના કેશોદ શહેરના રહેવાસી જગદીશભાઈ રામભાઈ જાદવની એવા પ્રકારની રજુઆત મળેલ છે કે તા.ર૪-૭-ર૦ર૦ના રોજ તેમના પિતા રામભાઈ કાનાભાઈ જાદવને કોરોનાના લક્ષણો દેખાતા તેમને સરકારી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. ત્યારબાદ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેથી તેઓ આઈસોલેશન વોર્ડમાં દાખલ હતા. ત્યાંથી
તા.૩૦-૭-ર૦ર૦ સુધી તંદુરસ્ત રીતે ટેલીફોનમાં વાત કરતા હતાં. ત્યારબાદતેઓનું તા.૬-૮-ર૦ર૦ના રોજ રાત્રીના ૩ કલાકની આસપાસમાં તેઓનું આઈસોલેશન વોર્ડમાં બેડ (ખાટલા) નં.૯ ઉપર તેઓએ છેલ્લા શ્વાસ લીધા તેઓનું ડોકટરોની બેદરકારીના કારણે વખતો વખત ઓકસીઝન બંધ થઈ જવાના કારણે અવસાન થયેલ છે. જેમાં જૂનાગઢ સરકારી સિવીલ હોસ્પિટલની ડોકટરોની ફી બેદરકારીના કારણે મારા પિતાનું અવસાન થયેલ છે તેવી ગુજરનારના પુત્ર અને આ કામના અરજદારે રજુઆત કરેલ છે. હોસ્પીટલમાં મુકાયેલી સમીતીઓ માત્ર નામ પુરતી છે તેની સિવીલ હોસ્પીટલમાં કોઈ જ ઉપજણ આવતી નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!