જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ભાદરવાનાં અંતિમ તબકકામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી હતી. જૂનાગઢ સહિત વિવિધ તાલુકામાં વરસાદ પડયો હતો. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી વહેવા લાગ્યા હતાં જાણે સરોવર જેવી હાલત થઈ હતી. ગઈકાલે સાંજથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે વરાપ જેવું વાતાવરણ સર્જાયું હતું. સતાવાર રીતે પ્રાપ્ત થતા અહેવાલ અનુસાર ગઈકાલે કેશોદ પંથકમાં અડધો ઈંચ, જૂનાગઢ સીટીમાં અઢી ઈંચ, જૂનાગઢ ગ્રામ્યમાં અઢી ઈંચ, ભેંસાણમાં અઢી ઈંચ, મેંદરડામાં એક ઈંચ, માંગરોળમાં ત્રણ મીમી, માણાવદરમાં ત્રણ ઈંચ, માળિયાહાટીનામાં નવ મીમી, વંથલીમાં અઢી ઈંચ અને વિસાવદર પંથકમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો. છેલ્લા પાંચ દિવસ થયાં સતત ઉકળાટ અને બોજીલ વાતાવરણ વચ્ચે ગઈકાલે સાંજનાં સમયે મેઘરાજાનું આગમન થયું હતું જૂનાગઢ સહિત સોરઠ તાલુકામાં સારો એવો વરસાદ પડયો હતો. આ વરસાદને કારણે ઠંડકતા પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. ઉના પંથકમાં રાત્રીના સમયે ધોધમાર વરસાદ ફરી વળતા નદીઓમાં નવા નીર આવ્યા હતાં. જયારે ગીર જંગલમાં ભારે વરસાદ પડયો હતો. અનેક નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. ઉના પંથકની મચ્છુન્દ્રીં, રાવલ, સહીતની નદીઓમાં ઘોડાપુર આવેલ હતા. જૂનાગઢ જીલ્લામાં આખો દિવસ અષાઢી મહિના જેવું વાતાવરણ સર્જાયુ હતું.
• વિસાવદર પાસેનો ડ્રાવઝર્ન ધોવાયો
વિસાવદર- ખંભાળીયા પાસે ઓઝત નદીના પુલ પાસે ડ્રાઈવઝર્ન મુકવામાં આવ્યું છે. જે ગઈકાલે ભારે વરસાદના કારણે ધોવાઈગયું હતું અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને વિસાદર – બીલખા રોડ બંધ થયો હતો.
• વિસળ હડમતીયા ગામે વિજળી પડી
ભેંસાણ પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને પગલે વિસળહડમતીયા ગામે વાડીએ મકાનમાં વીજળી પડી હતી. જાેકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. જયારે ખત્રીવાડા ગામે પણ મકાન ઉપર વીજળી પડી હતી.
• સૈયદરાજપરા ગામે ઘરોમાં પાણી ઘુસી ગયા
ઉના તાલુકાનાં સૈયદરાજપરા ગામ દરીયાકાંઠાનું ગામ છે. જયા ગઈકાલે ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં.
• ઉના તાલુકાનાં ઉમેજ ગામે ચાર મકાનો ધરાશયી
જૂનાગઢ જીલ્લાનાં ઉના તાલુકાના ઉમેજ ગામે નળીયાવાળા ચાર મકાનો ધરાશયી થયાં હતાં. પરંતુ સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews