ગુજરાતમાં બિનસચિવાલય કલાર્ક ભરતીનાં પેપર્સ ફૂટી ગયાના પ્રત્યાઘાતનો રિપોર્ટ તૈયાર કરો

0

છેલ્લાં કેટલાંક સમયથી ભરતીને લઇને વિવાદ શરૂ થયો છે. તેમાંય સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી બિન સચિવાલય કલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી જવાના મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. આ પરીક્ષાના પેપર્સ ફૂટવાનો પ્રશ્ન સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા લેવાયેલી ટીવાયબીએના સેમેસ્ટર-૬ની ગુજરાતી વિષયના પેપરમાં પૂછાતાં વિવાદ વણસ્યો છે. એનએસયુઆઇ દ્વારા સુરતની વીર નર્મદ યુનિવર્સિટી સામે દેખાવો કરીને રજૂઆત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બેરોજગારી અને ભરતીના મામલે છેલ્લાં કેટલાંક સમયથી શિક્ષિત બેરોજગા૨ સમિતિ દ્વારા રિતસરની સરકાર સામે ચળવળ શરૂ કરીને સરકારને ભીંસમાં લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. આ મુદ્દે અન્ય રાજકીય પક્ષો પણ આ પ્રશ્નને સમર્થન આપી રહ્યાં છે. તેવા સમયે હાલ શાંત પડી ગયેલા બિન સચિવાલય કલાર્ક ભરતી માટેની પરીક્ષાનું પેપર્સ ફૂટી ગયા અંગેના પૂછાયેલા પ્રશ્નએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. કોરોનાના કારણે મોકૂફ રહેલી યુનિવર્સિટી ઓની પરીક્ષાઓ શરૂ કરવામાં આવી છે. જીટીયુ બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ તાજેતરમાં પરીક્ષાનો એક રાઉન્ડ પુરો કરી દીધો છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં ટીવાયબીએ સેમેસ્ટર ૬ની પરીક્ષા ચાલી રહી હતી. બે દિવસ પહેલાં ગુજરાતી વિષયની પરીક્ષા હતી. આ પરીક્ષામાં પ્રશ્ન નં.૨માં અથવામાં એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, બિન સચિવાલય કલાર્કની ભરતી માટેની પરીક્ષાના પેપર્સ ફૂટી ગયા અંગેના ઉમેદવારોના પ્રત્યાઘાત દર્શાવતો પ્રેસ રિપોર્ટ તૈયાર કરો. તેવો ૧૩ માર્કસનો પ્રશ્ન પૂછાયો હોવાનું એનએસયુઆઇના મહામંત્રી ભાવિક સોંલકીએ જણાવ્યું છે.
ગુજરાતી પેપરમાં છબરડો કર્યો હોવાનો આરોપ
એન.એસ.યુ.આઇના મહામંત્રી ભાવિક સોલંકીએ જણાવતા ઉમેર્યું છે કે, પરીક્ષામાં વિદ્યાર્થીઓ માનસિક તણાવ ઉભો થાય તેવો એક પ્રશ્ન અહીં પુછાયો છે. આ પ્રશ્ન પુછી સરકાર પોતાની મનસ્વી છબી ઉજાગર કરી છે. કુલ ૫૦ માર્કસના પેપરમાં આ ૧૩ ગુણનો પ્રશ્ન હતો. તેથી આ ૧૩ ગુણનું પ્રમોશન વિદ્યાર્થીઓને આપવા માંગણી કરી છે. અને ભવિષ્યમાં આવી ભુલ ના થાય તેની તકેદારી યુનિ.ના સત્તાધીશોએ રાખવાની તાકીદ કરી છે. તેની સાથોસાથ વિદ્યાર્થીઓને ૧૩ ગુણનું પ્રમોશન આપવાની માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!