Friday, January 22

સમગ્ર ભારતભરમાં શૈક્ષણિક સંસ્થાઓ માટે કેન્દ્રની ‘હેલ્ધી’ માર્ગદર્શિકા

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ માટે આંશિક છૂટ આપવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર જાહેર કરી છે. ૨૧ સપ્ટેમ્બરથી વિવિધ ધોરણોમાં અભ્યાસ શરૂ થઈ જશે. મંત્રાલયે કહ્યું છે કે-ઈન્સ્ટિટ્યુટ ખોલતા પહેલા શિક્ષણ વિભાગની સલાહ લેવાની રહેશે. અન્ય શહેરોથી અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ખોલી શકાશે. જોકે, બહારથી આવતા વિદ્યાર્થીઓને વર્ગમાં હાજર થતા પહેલા ૧૪ દિવસ ક્વોરન્ટીન થવું પડશે. આ માટે ઈન્સ્ટિટ્યુટમાં જ ક્વોરેન્ટીન સેન્ટર બનાવવું પડશે. અભ્યાસ શરૂ થતા શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફે ઓછામાં ઓછા ૬ ફૂટ અંતર રાખવું પડશે. સતત હાથ ધોવા, ફેસ કવર પહેરવું, છીંક આવે ત્યારે મોઢા ઉપર હાથ રાખવો, આરોગ્યનું સતત મોનિટરિંગ કરવું અને જ્યા ત્યાં થૂકવું નહીં જેવી બાબતોની પૂરતી કાળજી લેવાની રહેશે. ઈન્સ્ટિટ્યુટમાં એન્ટ્રી પોઇન્ટ ઉપર સૌનું સ્ક્રીનિંગ થશે. કોરોનાના લક્ષણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે.
આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખૂલી શકશે
• સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
• હાયર એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુટ કે જ્યાં ટેકનિકલ તથા પ્રોફેશનલ પ્રોગ્રામ ચાલે છે અને લેબોરેટરી, એક્સપિરીમેન્ટલ વર્કની જરૂર છે. આ સંસ્થાઓ ઉચ્ચ શિક્ષણ વિભાગની સલાહ બાદ ખોલી શકાશે.
• ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
• નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અથવા સ્ટેટ સ્કીલ ડેવલપમેન્ટ મિશનમાં રજિસ્ટર્ડ શોર્ટ ટર્મ ટ્રેનિંગ સેન્ટર
• નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ
• ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ
• અન્ય ટ્રેનિંગ પ્રોવાઈડર ઈન્સ્ટિટ્યુટ
આ નિયમોનું સૌએ પાલન કરવાનું રહેશે
• ઈન્સ્ટિટ્યુટ ક્ધટેઈનમેન્ટ ઝોનથી બહાર હોવી જોઈએ
• ક્ધટેનમેન્ટ ઝોનમાં રહેતા શિક્ષક, વિદ્યાર્થી, કર્મચારીઓને ઈન્સ્ટિટ્યુટમાં જઈ અભ્યાસની મંજૂરી નહીં મળે
• ઈન્સ્ટિટ્યુટના સમગ્ર પરિસર, ક્લાસરૂમ, લેબોરેટરી, બાથરૂમને સેનિટાઈઝ કરવાનું રહેશે.
• બાયોમેટ્રિક મશીનથી હાજરી પૂરવામાં નહીં આવે. કોન્ટેક્ટ-લેસ વ્યવસ્થા કરવી પડશે.
• સેનિટાઈઝેશન અને તપાસ માટેની ગાઈડલાઈન
• એન્ટ્રી પોઇન્ટ ઉપર પલ્સ ઓક્સિમીટર, થર્મલ ગનની વ્યવસ્થા હોવી જોઈએ, જેથી એન્સિપ્ટોમેટિક વ્યક્તિના ઓક્સિજન લેવલ તથા બોડી ટેમ્પરેચરની તપાસ કરી શકાય.
• ડિસ્પોઝેબલ પેપર ટોવેલ, સાબુ, ૧ ટકા સોડિયમ હાઈપો-ક્લોરાઈટ સોલ્યુશનનો ઉપયોગ થવો જોઈએ.
• શિક્ષકો, કર્મચારીઓને ફેસ માસ્ક, હેડ સેનિટાઈઝર, ઉપલબ્ધ કરાવવાની જવાબદારી સ્કૂલ મેનેજમેન્ટની રહેશે.
• ઢાકેલા ડસ્ટબિન (કચરાપેટી) હોવા જોઈએ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.
• સફાઈ કામદારોને કામ ઉપર લગાવતા પહેલા યોગ્ય તાલીમ આપવી જરૂરી
હોસ્ટેલ માટે આ નિયમો રહેશે
• એવા વિદ્યાર્થીઓ કે જે અન્ય શહેરો કે રાજ્યોમાંથી આવે છે અને તેમની પાસે ઓનલાઈન શિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ નથી તેમને હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ અથવા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્ષ એલોટ કરી શકાય છે.
• બહારથી આવી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ૧૪ દિવસ ક્વોરેન્ટીન થવું પડશે. ત્યારબાદ જ વિદ્યાર્થી વર્ગખંડમાં હાજર રહી શકશે.
• આઈસોલેશનની વ્યવસ્થા હોવી જોઈએ.
• હોસ્ટેલમાં રહેવા માટે આવતા દરેક વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ ટેસ્ટ થશે. ફક્ત એન્સિપ્ટોમેટિક વિદ્યાર્થીઓને જ હોસ્ટેલમાં રૂમ ફાળવાશે.
• જે વિદ્યાર્થીમાં કોરોનાના લક્ષણ દેખાય તેમને ઈન્સ્ટિટ્યુટના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.
• એક રૂમમાં બે વિદ્યાર્થીઓની બેડ વચ્ચે ઓછામાં ઓછા ૬ ફૂટનું અંતર રાખવામાં આવે
• વિદ્યાર્થી, શિક્ષક અથવા કર્મચારીઓમાં લક્ષણ મળવાના સંજોગોમાં શું કરવું
• તાત્કાલિક તેમને આઈસોલેટ કરવામાં આવશે. જ્યા અન્ય કોઈ વ્યક્તિને જવાની પરવાનગી આપવામાં આવશે નહી
• માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવે
• જ્યાં સુધી ડોક્ટર તેનું પરીક્ષણ ન કરે ત્યાં સુધી તેને ફેસ કવર પહેરવા કહેવામાં આવશે
• તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા સ્ટેટ હેલ્પલાઈનનો સંપર્ક કરવામાં આવે
• સંપૂર્ણ પરિસરને ફરીથી ડિસઈન્ફેક્ટેડ કરવામાં આવશે.
• વિદ્યાર્થીઓ કે શિક્ષક કોઈને માનસિક તણાવ કે માનસિક બિમારી સાથે જોડાયેલા હોય તો તેમના માટે નિયમિત કાઉન્સિલિંગ થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!