ભારે વરસાદ અને પુરનાં કારણે શાકભાજીની ખેતી નાશ પામવાથી શાકભાજીના ભાવ આસમાને પહોંચી રહયા છે. શાકભાજીના ભાવ બમણા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જૂનાગઢ જીલ્લામાં શાકભાજીની ખેતી મુખ્ય ખેતી પૈકીની એક મનાય છે. ખાસ કરીને નદી કાંઠાનાં ગામોમાં લીલા શાકભાજીની ખેતી મોટાપાયે થાય છે. તાજેતરમાં વરસેલા ભારે વરસાદ અને ત્યારબાદ આવેલા પુરના કારણે ખેતીને મોટાપાયે નુકશાન પહોંચ્યુ છે. લાંબા સમય સુધી ખેતરોમાંથી પાણી ન ઓસરતાં પાક નાશ પામ્યો છે. શાકભાજીની ઉપજ ન મળવાથી ભાવ ઉંચા ચઢયા છે. ખેતીને નુકશાનથી બજારમાં આવતો શાકભાજીનો પુરવઠો અચાનક ઠપ્પ થઈ ગયો છે. જૂનાગઢ જીલ્લામાં શાકભાજીના બજારમમાં આવતો ૬૦ ટકા હિસ્સો સ્થાનિક ખેડુતો પુરા પાડે છે. જયારે ૪૦ ટકા સપ્લાય બહારના જીલ્લાઓમાંથી આવે છે. અચાનક સ્થાનિક ખેડુતોનો પુરવઠો અટકી જતા શાકભાજીના દામ આસમાને ચઢયા છે. મોટાભાગના શાકભાજીના દામ એક મહિનામાં બમણા થયા છે. જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
હાલનો એક મહીના
ભાવ પહેલાનો ભાવ
ટામેટા ૧૦૦ ૩૦
ગુવાર ૧ર૦ ૬૦
વટાણા ૧૬૦ ૧૦૦
તુવેર ૧૬૦ ૧૦૦
ફલાવર ૧ર૦ ૬૦
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews