લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલે સપાટો બોલાવ્યો છે. જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૬ જુગારીઓને રોકડા રૂા.૧,૩૧,૭૦૦ મળી કુલ રૂા.૧,૯૪,ર૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે. આ અંગેની વિગતો જોઇએ તો જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાંથી જુગારીઓને ગંજીપતાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતા રોકડા રૂા.૧,૩૭,૭૦૦/- મળી કુલ રૂા. ૧,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદિપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમરનાઓએ પ્રાહી જુગારના કવોલીટી કેસો શોધી કાઢવા સુચના કરતા આજરોજ પો.ઈન્સ. એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. એચ.એમ.રાણાની રાહબરી હેઠળ પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતીનાઓને મળેલ હકિકત આધારે જીતેન્દ્રભાઇ મગનભાઇ રામાણી રહે- જેતપુર, બાવાવાળા પરા શેરી નં. ૯, લેઉવા પટેલ સમાજ પાસે વાળો પોતાના કબજા ભોગવટાના જેતપુર, બાવાવાળા પરા શેરી નં. ૯, લેઉવા પટેલ સમાજ પાસે આવેલ રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો પકડી ૬(છ) જુગારીઓને પૈસા તથા ગંજીપતાના પાના વતી તીનપત્તી (રોન પોલીસ)નો નસીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઇસમોને રોકડા રૂા. ૧,૩૭,૭૦૦/- મળી કુલ મુદામાલ રૂા. ૧,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews