જૂનાગઢ શહેરની જનતા માટે આનંદદાયક સમાચાર એ છે કે આજથી પીટીસી સંકુલ ખાતે હોર્સ રાઈડીંગ સ્કુલનો પ્રારંભ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રાજય સરકારનાં આદેશથી જૂનાગઢ શહેરમાં પીટીસી સંકુલમાં આવેલ હોર્સ રાઇડિંગ સ્કૂલ આજ તા.૧૫ સપ્ટેમ્બરથી શરૂ થયેલ છે. જેમાં ઘોડેશ્વારો માટે બેઝિક અને એડવાન્સ કોર્સ શરૂ કરવામાં આવી રહેલ છે. વિદ્યાર્થી અને સરકારી કર્મચારી માટે ૯૦ દિવસના બેઝિક કોર્સ માટે રૂા.૨૨૫૦ ફી નક્કી કરવામાં આવી છે અને એડવાન્સ કોર્સ માટે૩ હજાર ફી નક્કી કરી કરવામાં આવી છે. જયારે અન્ય લોકો માટે બેઝિક કોર્સના ૪૫૦૦ અને એડવાન્સ કોર્સના ૬ હજાર નકકી કરાયા છે. જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા ચાલતી હોર્સ રાઇડિંગ સ્કૂલ છેલ્લા ૧૫ માસથી બંધ હતી જે હવે ફરીથી શરૂ થઈ છે. અને રાજ્ય સરકારના આદેશ અનુસાર નીતી નિયમ સાથે ફરી હોર્સ રાઇડિંગ સ્કૂલ શરૂ થયેલ છે. ઘોડા વિષે સંપૂર્ણ માહિતી સાથે કોર્સ કરવામાં આવશે હોર્સ રાઇડિંગનો કોર્સ પૂર્ણ થતાં તેમને સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે જે વિદ્યાર્થી માટે ખૂબ ફાયદાકારક છે તેમ હોર્સ રાઈડીંગ સ્કૂલનાં પીએસઆઈ જે.ક. ત્રિવેદીએ જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews