જૂનાગઢ શહેર અને ગીરનાર ક્ષેત્રમાં મેઘરાજાની મહેરને પગલે વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ, આણંદપુર ડેમ તેમજ નરસિંહ મહેતા તળાવ પુર્નઃ ઓવરફલો થયેલ છે જયારે કાળવાનો વોકળો, ઓઝત નદી અને સોનરખ નદી બે કાંઠે વહેવા લાગેલ છે. જૂનાગઢ શહેરમાં વધુ અઢી ઈંચ વરસાદ વરસવા સાથે ૧પપ. ૩૧ ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢ શહેરમાં ગત સાલ ચોમાસાની સિઝનનો કુલ વરસાદ પ૯.૬૭ ઈંચ નોંધાયો હતો.
જૂનાગઢ શહેરમાં અઢી ઈંચ અને ગીરનાર ક્ષેત્રમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસતાં કાળવાનો વોકળો, સોનરખ અને ઓઝત નદી બે કાંઠે વહેવા લાગી હતી. આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના હાજાભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે ગીરનાર જંગલમાં પડેલ ભારે વરસાદને કારણે ચાલુ વરસાદની સિઝનમાં વિલીંગ્ડન ડેમ સાતથી આઠ વખત છલકાયો છે. આજે સવારે પુરા થતા છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને જિલ્લામાં નોંધાયેલ વરસાદનાં આકડા મી.મી.માં આ મુજબ છે. જૂનાગઢ શહેર ૪૬, જૂનાગઢ ગ્રામ્ય ૪૬, ભેસાણ ૬, મેંદરડા ર૮, માંગરોળ -પ, માણાવદર -પ, વંથલી ૧૭ અને વિસાવદરમાં ર૦ મી.મી. વરસાદ નોંધાયેલ હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews