જૂનાગઢમાં રાષ્ટ્રભાષા હિન્દી દિવસની ઉજવણી કરાઈ

રાષ્ટ્રિય હિન્દી દિવસને અનુલક્ષીને ખોડિયાર મહિલા મંડળમાં ઓનલાઈન રાષ્ટ્રભાષા હિન્દી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં “હિન્દીમાં બોલો” સ્પર્ધામાં ઈલાબેન ભુપતાણી, અમિબેન વોરા, હેમાંગીબેન મણીયાર વિજેતા થયા હતા તેમજ હિન્દી ક્વીઝના કાર્યક્રમમાં કિરણબેન સોલંકી, જિજ્ઞાબેન દેસાઇ, ઈલાબેન ભુપતાણી, અમિબેન વોરા વિજેતા થયા હતા.સમગ્ર કાર્યક્રમ કારોબારી સભ્ય ચેતનાબેન પંડયા દ્વારા તૈયાર કરી યોજવામાં આવ્યા હતો. તમામ બહેનોએ ખુબ સરસ રીતે કાર્યક્રમનો આનંદ માણ્યો હતો અને રાષ્ટ્રભાષાની ઉજવણીમાં ભાગ લઈને રાષ્ટ્રીય ભાવના વ્યક્ત કરી હતી તેમ પ્રમુખ પ્રવિણાબેન વાઘેલા અને મંત્રી કુમુદબેન ઠાકરની યાદીમાં જણાવાયુ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!