ગુજરાતના ૩પ લાખથી વધુ MSME ઊદ્યોગોને આર્ત્મનિભરતા તેમજ કેપેસિટી બિલ્ડીંગ અને માર્કેટ સપોર્ટ સહિતના ક્ષેત્રોમાં ભારત સરકારની સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાSIDBIનો સક્રિય સહયોગ અને માર્ગદર્શન મળે તે હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ તથા SIDBI વચ્ચે ગાંધીનગરમાં MOU સંપન્ન થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં જાહેર કરેલી નવી દ્યોગ નીતિ- ર૦ર૦ અન્વયે MSMEમાટે વિવિધ પ્રોત્સાહન સહાય યોજનાઓ જાહેર કરવામાં આવેલી છે. જે અંતર્ગત રાજ્યના ઉદ્યોગ-વેપાર ક્ષેત્રની કરોડરજ્જુ-બેકબોર્ન સમાન MSME સેકટરને સતત પ્રોત્સાહન આપી વિશ્વમાં રાજ્યના MSMEને આર્થિક સદ્ધરતા આપવામાં આવશે. એટલું જ નહિ, આવા MSME ઉદ્યોગોને કેપિટલ સબસિડી, વ્યાજ સહાય સબસિડી, પેટન્ટ સહાય, ટેકનોલોજી એકવીઝેશન જેવા પ્રોત્સાહનોથી ગ્લોબલ માર્કેટ સ્પર્ધામાં ટકી રહેવા સક્ષમ બનાવવાનો પણ ધ્યેય રહ્યો છે. આ સંદર્ભમાં SIDBI સાથે થયેલા આ MoUથી રાજ્યના MSME એકમો માટે ટ્રેનિંગ તથા કેપેસિટી બિલ્ડીંગના કાર્યક્રમો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર, ઇનોવેશનને વેગ મળશે. SIDBI દ્વારા રાજ્યના MSME કલસ્ટર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટસ અને કોમન ફેસેલિટી સેન્ટર્સની સંભાવના ચકાસવા સાથે તેનું મૂલ્યાંકન પણ કરાશે. ભારત સરકારની આ SIDBI બેંક રાજ્યના નાના ઉદ્યોગોને પ્રવર્તમાન કોવિડ-૧૯ની સ્થિતિમાંથી સક્ષમતાથી બેઠા થવામાં મદદરૂપ થશે. એટલું જ નહિ, રાજ્યમાં MSME ક્ષેત્રની યોજનાઓ, પ્રોજેકટસ તથા પહેલરૂપ બાબતોના પ્રવર્તમાન માળખાનો અભ્યાસ કરીને તેની વ્યાપકતા, અસરકારકતા વધારવાના સૂચનો પણ રાજ્ય સરકારને SIDBI કરશે. સ્જીસ્ઈ એકમોને વિશ્વના પ્રવાહો સાથે કદમ મિલાવવા સજ્જ કરવા ડિઝીટલ પ્લેટફોર્મ પુરૂં પાડવા હેન્ડહોલ્ડીંગમાં પણ SIDBI સહાયક બનવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ કોવિડ-૧૯ની સ્થિતિમાં MSMEને સહાયરૂપ થવા માટે આર્ત્મનિભર પેકેજ જાહેર કરીને MSME એકમોને રૂા. ૭૬૮ કરોડની વિવિધ સહાય આપી બેઠા કરવાનો અભિગમ દર્શાવ્યો છે. આવા MSME એકમોને નાણાંકીય તકલીફથી મુક્ત કરવા ભારત સરકારના આર્ત્મનિભર પેકેજ અન્વયે ઇમરજન્સી ક્રેડીટ લીંક ગેરન્ટી સ્કીમમાં અત્યાર સુધીમાં રાજ્યના ર,૧૧,પ૩ર MSME એકમોને રૂા. ૧૦,પ૬,ર૬૮ લાખની લોન મંજૂર કરવામાં આવેલી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews