ફેસબુક ફ્રેન્ડશીપ મોંઘી પડી : વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપવા અંગે પોલીસ ફરીયાદ

0

જૂનાગઢનાં ધારાગઢ દરવાજા નજીક રહેતા શબાનાબેન રહીમભાઈ ચોટીયારા (સીદીબાદશાહ) (ઉ.વ.૪૦)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામના ફરીયાદી શબાનાબેન તથા આરોપી જાકીરહુશેન ફકીરમહમદ મકવા રહે.મુળવિજાપુર જીલ્લો મહેસાણા હાલ ભરૂચવાળા ફેસબુક તથા વોટસએપમાં વાતો કરતા હતા અને મીત્ર હતા અને ફરીયાદી આ કામના આરોપીને હાથ ઉછીના પૈસા આપતા હતા અને આરોપીએ તેના ધંધા માટે ડીસીએમ ગાડી લેવા માટે ફરીયાદીને બેંકમાંથી લોન માટે કહેતા ફરીયાદીએ ગાડી માટે લોન લેવાની ના પાડતા અને પોતે આપેલ હાથ ઉછીના પૈસા માંગતા આરોપીએ કહેલ કે, હું પૈસા આપવાનો નથી. અને તુ મારી પાસે પૈસા માંગીશ તો હું તને બદનામ કરી મુકીશ તેવી ધમકી આપી ફરીયાદીના તથા ફરીયાદીના પતિના ફોટા તથા ફરીયાદીના દિકરા આકીબના ફોટા તથા ફરીયાદીના આરોપી સાથે પાડેલ જાેઈન્ટ ફોટા વાયરલ કરી ઈલેકટ્રોનીક માધ્યમનો ઉપયોગ, જાતીય સતામણી કરી, બદનામ કરવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ પીઆઈ આર.જી.ચૌધરી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!