જૂનાગઢ જીલ્લામાં શરતભંગથી ચાલતા બાયોડીઝલ એલડીઓ તેમજ જવનશીલ ફયુલ પ્રોડકટ પંપ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું

0

જૂનાગઢ જીલ્લા પેટ્રોલીયમ ડિલર્સ એશોસીએશન વતી ગોવીંદભાઈ કરશનભાઈ રામ (પ્રમુખ)એ જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી અને રાજપત્રમાં લખાયેલ અલગ- અલગ ડિપાર્ટમેન્ટની તમામ એનઓસીઓ લીધા વગર બાયોડિઝલનું વેંચાણ કરનારાઓ સામે કડક પગલાની માંગણી કરી છે. જાે આ પત્રમાં વધુમાં રજુઆત કરતા જણાવેલ છે કે, ડિઝલ વિક્રેતાઓ માટે ચોકકસ નિતી નિયમોને આધીન તેમજ શરતો રાજપત્રમાં લખાયેલ છે. પરંતુ સરકારી વિભાગનાં એનઓસી તેમજ અન્ય શરતભંગથી ચાલતાં બાયોડીઝલ તેમજ એલડીઓ તેમજ જવનશીલ ફયુલ પ્રોડકટનાં પંપ દ્વારા ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહેલ છે. બાયોડીઝલનાં નામે એલડીઓ તથા જવનશીલને તથા પદાર્થ મિશ્રણ કરી અને વેંચાણ કરી રહયા છે. છે તેવી ગુજરાતભરમાં અનેક ફરિયાદ ઉઠવા પામી છે. સરકારી કંપનીઓ તથા ટ્રાન્સપોર્ટને સીધી અસર પહોંચી રહી છે. ડિઝલનું વેંચાણ ખુબજ ઓછું થાય છે. બાયોડિઝલ પંપ વિક્રેતા ડીઝલ કયાંથી ખરીદે છે તેનું કોઈ ડેટા રાખતા નથી તેથી જીએસટી તેમજ વેટ ઉપર પણ અસર પહોંચે છે. મિશ્રીત બાયોડિઝલનાં વેંચાણના કારણે ઓઈલ કંપનીમાં દર વર્ષે ડિઝલ વાહનોમાં વધારો થવા છતાં ડીઝલનું એલડીઓના નામે વેંચાણ ખુબજ ઓછું થઈ રહયું છે. આ ઉપરાંત મિશ્રણવાળુ ડિઝલ વેંચાણ થઈ રહયું હોવાથી પર્યાવરણ તથા લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ માઠી અસર થાય છે. આ ઉપરાંત લાયસન્સ લીધા વગર પણ ભીડભાળવાળી જગ્યાએ પણ વેંચાણ થતું હોય છે. બાયોડિઝલ માટે કોઈ સખત નિયમો ન હોવાથી તેની કવોલેટી અને કવોન્ટેટી જળવાતી નથી. વિશેષમાં સરકારી નિયંત્રણ વગર ઉત્પાદક કંપની પાસેથી તેઓ ડીઝલ ખરીદતા હોય તેથી સરકારી કોઈ નિયંત્રણ ન હોય કાળાબજાર પણ થતા હોવાની ફરિયાદ ઉઠાવી છે. જૂનાગઢ જીલ્લામાં જ આવેલા બાયોડીઝલનાં નામે ચાલતાં પંપના પ્રવાહીના નમુના અગાઉ લીધા તેમજ એ પ્રોડકટ માટે જરૂરી લાયસન્સ હોવાની અનિવાર્યતા ફલીત થયું હતું. અને જે તે પેઢી પાસે લાયસન્સ ન હતાં. જૂનાગઢના બાયોડિઝલના નામ ઉપર એલડીઓ તથા અન્ય જવનશીલ પદાર્થ મિશ્રણ કરી ગેરકાયદેસર વેંચાણ કરી રહયા હોવાના સામે કડક પગલા ભરવાની જૂનાગઢ પેટ્રોલીગમ એસો.એ માંગણી ઉઠાવી છેે. ઉપરાંત ડીઝલ અને પેટ્રોલના ટેન્કરોમાંથી ડીઝલની ચોરીએ માઝા મુકી છે. પેટ્રોલના ટેન્કરોમાંથી પણ પેટ્રોલની ઉઠાંતરી કરતી સૌરાષ્ટ્ર વ્યાપી ટોળકીને પકડી પાડવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!