જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાં શંકાસ્પદ દીપડાનું મોત

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં વહેલી સવારે દિપડાની લાશ તરતી હોવાની વનવિભાગને માહિતી મળતા વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના સ્ટાફે આવી અને દીપડાની ડેડબોડીને વિલીંગ્ડન ડેમની અંદરથી બહાર કાઢી હતી અને પીએમ માટે સક્કરબાગ ઝૂ ખાતે મોકલી દેવામાં આવી છે તેવું વન વિભાગના સુત્રોમાંથી જણાવ્યું હતું. પરંતુ દીપડાની ડેડબોડીને જોતા તેના ઉપર ઘાનાં નિશાન જોવા મળ્યા હતા અને મગર એ દીપડાને ફાડી ખાધો હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ વનવિભાગના જણાવ્યા મુજબ દીપડાની ડેડબોડી દાતારના પર્વત ઉપર ભારે વરસાદના કારણે તણાઇને આવી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!