જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા પંદર દિવસથી લિફ્ટ બંધ હોય જેના કારણે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જાણવા મળતી માહિતી મુજબ જૂનાગઢ જીલ્લા પંચાયત ત્રણ માળની બિલ્ડીંગ ધરાવે છે. જેમાં રોજના મોટી સંખ્યામાં અરજદારોની અવર-જવર રહેતી હોય છે. જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં અરજદારો અને કર્મચારીઓ માટે લિફ્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પરંતુ આ લિફ્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે લિફ્ટના તળિયામાં પાણી ભરાઈ જવાને કારણે લિફ્ટ બંધ કરી દેવામાં. આવી છે. પાણીની મોટર મુકી તળિયામાંથી પાણી ઉલેચવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ પાણી સુકાતું ન હોય જેના કારણે છેલ્લા પંદર દિવસથી લિફ્ટ બંધ છે અને દરરોજ ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણીનો ઉલેચ કરવામાં આવે છે તેમ છતાં પણ પાણી ખાલી થતું નથી જેના કારણે લિફ્ટ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અહીં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વૃદ્ધા અને વડીલો ઉપર ત્રીજા અને બીજા માળ ઉપર જઈ શકતા નથી ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લિફ્ટ શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews