જૂનાગઢની આરટીઓ કચેરીમાં કોરોનાનો ઘટસ્ફોટ કોરોનાનાં ૧૯ કેસ

0

જૂનાગઢ જીલ્લામાં વધતા જતા કોરોનાનાં કેસોને લઈને લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે હવે કોરોનાનો પગપેસરો ધીરે ધીરે જૂનાગઢની સરકારી કચેરીઓમાં પણ જાેવા મળી રહ્યો છે. જૂનાગઢની અનેક સરકારી કચેરીઓનાં કર્મચારીઓ કોરોનાનાં સંક્રમણમાં સપડાય ગયા છે. જેમાં જૂનાગઢ આરટીઓ કચેરીની વાત કરીએ તો કચેરીનાં પટ્ટાવાળાથી લઈને અધિકારીઓનાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જેનાં કારણે કચેરીની આવશ્યક કામગીરી માટે અરજદારોને આવવા માટેની સૂચનાં આપવામાં આવી છે. જૂનાગઢ આરટીઓ કચેરીમાંથી જાણવા મળતી માહિતી મુજબ કચેરીમાં આવતા અરજદારો અને કર્મચારી વચ્ચેનાં કામકાજને લઈને કોરોનાનું સંક્રમણ વધ્યું છે. આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા પટ્ટાવાળા, કલાર્ક, ડ્રાઈવર, સિકયુરીટી તેમજ અધિકારીઓ સહિત કુલ ૧૯ને કોરોના પોઝીટીવ આવતા હોમઆઈશોલેશન તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાે કે અનલોકમાં છુટછાટ મળતા કચેરીની કામગીરી સંપૂર્ણ શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ અહી આવતા અરજદારો અને કર્મચારીઓ વચ્ચેનાં સંવાદને લઈને કોરોના ફેલાયો છે. આ કોરોનાની ઝપેટમાં કર્મચારીઓથી લઈને અધિકારીઓ પણ સપડાય ગયા છે. જેને કારણે આરટીઓની કચેરીની કામગીરી પણ વિલંબ થઈ રહ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ આરટીઓ કચેરીમાં હવે માત્ર ૭ થી ૮ કર્મચારીઓ જ કામ કરતા હોય જેનાં કારણે તેમનાં ઉપર કામનું ભારણ વધી ગયું છે. તેમજ તેમને પણ કોરોનાનો ભય રહે છે. આરટીઓ કચેરીમાં વધી રહેલા કોરોનાનાં કેસોને લઈને મહત્વોનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં અરજદારોને ખુબ આવશ્યક કામગીરી હોય તો જ કચેરીની મુલકાત લેવા અપીલ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!